Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો

Sukesh Chandrashekhar| અભિનેત્રીએ ED ને કરી વિનંતી; સુકેશ વિરુદ્ધ જુબાની આપવાના જેકલીનના નિર્ણયથી ઠગની મુશ્કેલીઓ વધશે, અત્યાર સુધી જેકલીન હતી સહઆરોપી.

by Zalak Parikh
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો

 

News Continuous Bureau | Mumbai

Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 200 કરોડના હાઈપ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે હવે સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ સરકારી સાક્ષી બનવાનો નિર્ણય લીધો છે. જેકલીનના વકીલે પટિયાલા હાઉસ કોર્ટને આ અંગે જાણ કરી છે કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ સરકારી સાક્ષી બનવા માટે વિનંતી કરી રહ્યા છે.

મોંઘી ભેટ અને ED ની કાર્યવાહી

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને મોંઘી જ્વેલરી, લક્ઝરી કાર અને મોંઘા કપડાં જેવી કરોડોની ભેટ આપી હતી. આ ભેટો સ્વીકારવા બદલ ED એ જેકલીનને પણ આ કેસમાં સહ-આરોપી બનાવી હતી. અગાઉ જેકલીને સાક્ષી બનવાનો ઇનકાર કર્યો હતો અને રાહત મેળવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ હવે તેણે સુકેશ વિરુદ્ધ જુબાની આપવાનું મન બનાવી લીધું છે, જે સુકેશ માટે મોટો આંચકો સાબિત થશે.

સુકેશ વિરુદ્ધ ચાલી રહ્યા છે અનેક કેસો

સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ અત્યારે કુલ 31 નાના-મોટા કેસ ચાલી રહ્યા છે, જેમાંથી 26 કેસમાં તેને જામીન (Bail) મળી ચૂક્યા છે. જોકે, ચૂંટણી ચિન્હને લઈને કરવામાં આવેલી છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર કેસો હજુ પણ કોર્ટમાં પડતર હોવાથી તે જેલમાંથી બહાર આવી શક્યો નથી. જેકલીનનો આ નિર્ણય સુકેશ વિરુદ્ધ પુરાવાઓને વધુ મજબૂત બનાવશે અને તેની જેલમુક્તિની આશાઓ પર પાણી ફરી વળશે.

👉 આ સમાચાર વાચો:
Bhooth Bangla on OTT| સિનેમાઘરો બાદ આ OTT પર ધમાલ મચાવશે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’! જાણો ક્યારે થશે સ્ટ્રીમ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More