News Continuous Bureau | Mumbai
Malaika arora: ગઈકાલે સોશિયલ મીડિયા પર મલાઈકા અને અર્જુન કપૂર ( Arjun kapoor ) ના બ્રેકઅપ ના સમાચાર સામે આવ્યા હતા.આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. મીડિયા ના એક રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો હતો કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે 5 વર્ષ જૂનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. હવે બધા એ જાણવા માંગે છે કે શું ખરેખર મલાઈકા અને અર્જુન નું બ્રેકઅપ થઇ ગયું છે. તો આખરે મલાઈકા ની નજીક ના વ્યક્તિ એ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે અને સત્ય કહ્યું છે.
મલાઈકા અને અર્જુન ના બ્રેકઅપ ની હકીકત
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા મલાઈકા અરોરા ને મેનેજરે કહ્યું, “ના – ના, આ બધી અફવાઓ છે,” આ ઉપરાંત તેની મેનેજરે જણાવ્યું કે મલાઈકા હજુ પણ અર્જુન કપૂર ને ડેટ ( Dating ) કરી રહી છે. આમ મલાઈકા ની મેનેજરે મલાઈકા અને અર્જુન ના બ્રેકઅપ ( breakup ) ના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Water Crisis: મહારાષ્ટ્રના ડેમમાં પાણીનો સંગ્રહ ઘટીને 22 ટકા થયો, સતત વધતી ગરમીને કારણે ઘણા વિસ્તારોમાં પાણીની તંગીની સમસ્યા સર્જાઈ..
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં છે.. બંનેએ 2019માં જ તેમના પ્રેમની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
