Site icon

શું ખરેખર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લગ્ન કરવાના છે? અભિનેત્રી ની લેટેસ્ટ પોસ્ટ જોઈને ફેન્સ થયા કન્ફ્યુઝ-બાદ માં એક્ટ્રેસે કર્યો ખુલાસો 

 News Continuous Bureau | Mumbai

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) બીટાઉનના લોકપ્રિય કપલમાંથી એક છે. બંનેએ થોડા વર્ષો પહેલા તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા અને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. લવબર્ડ્સની કેમિસ્ટ્રી હંમેશા ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ થાય છે અને બંને સોશિયલ મીડિયા (social media) પર તેમના પ્રેમને વ્યક્ત કરવામાં ક્યારેય શરમાતા નથી. હવે મલાઈકા ની નવી તસવીરે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે અને ચાહકો તેને અર્જુન કપૂર સાથે જોડીને જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

 

મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર તેની તસવીર શેર કરી અને લખ્યું, ‘મેં હા કહી દીધી.’ તેણે તેની સાથે રેડ હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. જોકે તેણે તેના બોયફ્રેન્ડ અર્જુનને ટેગ નથી કર્યું. મલાઈકાના કેપ્શને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે કે શું તેણીએ અર્જુન કપૂર સાથે સગાઈ (engagement) કરી લીધી છે અથવા તે પ્રમોશન નો સંકેત છે.આ પછી લોકો અર્જુન અને મલાઈકાને તેમના લગ્ન માટે અભિનંદન (congratulations) આપવા લાગ્યા.

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ લિસ્ટ

 

આના થોડા સમય બાદ મલાઈકા અરોરાએ બીજી પોસ્ટ (second post) શેર કરી. આમાં, તેણીએ સ્પષ્ટ કર્યું કે તેણી તેની અગાઉની પોસ્ટમાં શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. પોસ્ટમાં લખ્યું હતું કે તે ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney plus hotstar) સાથે તેના રિયાલિટી શો (reality show) સાથે આવી રહી છે, જેનું નામ છે ‘મૂવિંગ વિથ મલાઈકા’.(moving with malaika) મલાઈકાએ લખ્યું, ‘મેં ડિઝની પ્લસ હોટસ્ટાર સાથેના મારા નવા રિયાલિટી શો  માટે હા પાડી છે, જ્યાં તમે મને પહેલા નજીકથી ઓળખશો જે પહેલા ક્યારેય નહીં જાણ્યું હોય. હમ્મ, રાહ જુઓ, તમને શું લાગ્યું કે હું શેના વિશે વાત કરી રહી હતી? આ શો 5 ડિસેમ્બરથી પ્રસારિત થશે.

 

 

 

Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?
Dharmendra Funeral: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને ઈશા દેઓલ નો ભાવુક વિડીયો, આંખોમાં હતા આંસુ
Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ
Dharmendra Death: બૉલિવુડમાં શોક: ‘એક યુગનો અંત…’ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર PM મોદી ભાવુક, સોશિયલ મીડિયા પર લખ્યો સંદેશ.
Exit mobile version