ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
બોલીવૂડની ગ્લેમરસ ગર્લ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર હોવા છતાં તે અવાર નવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ સાથે બોલ્ડ અંદાજને લીધે સોશિયલ મીડિયા યુઝર્સમાં અત્યંત લોકપ્રિય છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અને તે વારંવાર તેની અવનવી પોસ્ટ ચાહકો સાથે શેર કરતી રહે છે
મલાઈકાએ તાજેતરમાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ગ્રે અને બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. મલાઇકાએ તેનો આ લૂક સ્પોર્ટ્સ શૂઝ સાથે કંપ્લીટ કર્યો છે.તસવીરોમાં મલાઇકાનો લૂક દરેક ફેન્સને પસંદ આવી રહ્યો છે.
મલાઈકા અરોરા ફિટનેસ માટે બોલીવૂડમાં ચર્ચામાં રહે છે. આ ઉપરાંત એક્ટર અર્જૂન કપૂર સાથે પણ રિલેશનશિપને લઈને પણ પેજ થ્રી પર ચમકતી રહે છે.
ઉલ્લેખનીય છે કે આ રિલેશનશિપ અંગે બન્નેએ હજી સુધી સત્તાવાર રીતે નિવેદન આપ્યું નથી. થોડા થોડા સમયે મલાઈકા અને અર્જુન કપૂર એકસાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે.