Malaika arora: પિતા ના નિધન થી ભાંગી પડેલી મલાઈકા અરોરા એ પોસ્ટ દ્વારા મીડિયા ને કરી આવી અપીલ

Malaika arora: મલાઈકા અરોરા તેના પિતા અનિલ મહેતા ના અચાનક થયેલા નિધન થી ભાંગી પડી છે. મલાઈકા એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને મીડિયા ને એક ખાસ અપીલ કરી છે.

by Zalak Parikh
malaika arora share first statement after father anil mehta demise

News Continuous Bureau | Mumbai 

Malaika arora: મલાઈકા અરોરા ના પિતા અનિલ મહેતા નું ગઈકાલે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા એ આત્મહત્યા કરી છે. તેના પિતા અનિલ મહેતા ના અચાનક થયેલા નિધન થી ભાંગી પડેલી મલાઈકા ને સાંત્વના આપવા મલાઈકા ના ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન અને તેનો પૂરો પરિવાર તેના ઘરે આવ્યો હતો. આ સાથે અર્જુન કપૂર પણ હાજર હતો. બોલિવૂડ ની ઘણી હસ્તીઓ મલાઈકા ની માતા ના ઘરે પહોંચી હતી. આ દરમિયાન મલાઈકા એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને મીડિયા ને એક ખાસ અપીલ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Sohail khan: સીમા સાથે છૂટાછેડા બાદ શું સોહેલ ખાન ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી? મિસ્ટ્રી ગર્લ સાથે પાપારાઝી ના કેમેરા માં કેદ થયો અભિનેતા

મલાઈકા અરોરા એ શેર કરી પોસ્ટ 

મલાઈકાએ પોતાની પોસ્ટમાં લખ્યું- ‘અમે અમારા પ્રિય પિતા અનિલ મહેતાના નિધનની જાહેરાત કરતા ખૂબ જ દુખી છીએ. તે સૌમ્ય આત્મા, સમર્પિત દાદા, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. અમારા પરિવારને આ નુકસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલ સમયે મીડિયા અને શુભેચ્છકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ. અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ. કૃતજ્ઞતા સાથે, જોયસ, મલાઈકા, અમૃતા, શકીલ, અરહાન, અઝાન, રેયાન, કેસ્પર, એક્સેલ અને ડફી. અનિલ કુલદીપ મહેતા 22/02/1962 થી 11/09/2024.’

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)


મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું મૃત્યુ પ્રથમ દૃષ્ટિએ  આત્મહત્યા હોવાનું જણાય છે સાથે જ આ કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More