ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
બોલીવૂડની ગ્લેમરસ ગર્લ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર રહીને પણ તે ચર્ચા બની રહે છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ સાથે બોલ્ડ અંદાજને લીધે સોશિયલ મીડિયા યુઝર્સમાં અત્યંત લોકપ્રિય છે.
મલાઈકાએ તાજેતરમાં જાણીતા ફોટોગ્રાફર ડબૂ રત્નાની સાથે કોલોબ્રેશન કરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે. જેમાં મલાઈકા ગ્રે કલરના ડ્રેસમાં નજરે પડે છે. મલાઈકાએ સ્વિમિંગ પૂલ પાસે આ ફોટો શૂટ કરાવ્યું છે.
મલાઈકા અરોરા ફિટનેસ માટે બોલીવૂડમાં ચર્ચામાં રહે છે. આ ઉપરાંત એક્ટર અર્જૂન કપૂર સાથે પણ રિલેશનશિપને લઈને પણ પેજ થ્રી પર ચમકતી રહે છે.
ઉલ્લેખનીય છે કે આ રિલેશનશિપ અંગે બન્નેએ હજી સુધી સત્તાવાર રીતે કંઈજ સ્ટેટમેન્ટ આપ્યું નથી. થોડા થોડા સમયે મલાઈકા અને અર્જુન કપૂર એકસાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે.