ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
બોલીવૂડની ગ્લેમરસ ગર્લ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર હોવા છતાં તે અવાર નવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ સાથે બોલ્ડ અંદાજને લીધે સોશિયલ મીડિયા યુઝર્સમાં અત્યંત લોકપ્રિય છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

મલાઈકાએ તાજેતરમાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ગોલ્ડન કલરના વન શોલ્ડર ડ્રેસમાં દેખાઈ રહી છે. તેના આઉટફીટ સ્પાર્કલી-શાઈની અને શિમરી છે. આ ડ્રેસ આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનરના લેબલ હાઉસમાંથી લેવામાં આવ્યો છે, જેમાં મલાઈકાએ આ તસવીરો ક્લિક કરી છે. જેમાં મલાઈકા એક અદભૂત કમાલનો લુક આપી રહી છે.

મલાઈકા અરોરા એક મોડેલ ઉપરાંત પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળે છે.

આ સિવાય તે ગીતો માટે પણ પ્રખ્યાત છે. તેણે ઘણા હિટ ગીતો પર ફિલ્મોમાં ડાન્સ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ રિલેશનશિપ અંગે બન્નેએ હજી સુધી સત્તાવાર રીતે નિવેદન આપ્યું નથી. થોડા થોડા સમયે મલાઈકા અને અર્જુન કપૂર એકસાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે.
