News Continuous Bureau | Mumbai
Malaika arora: ગઈકાલે અંબાણી પરિવારે તેમના વર્લ્ડ પ્લાઝા નું ઓપનિંગ રાખ્યું હતું. જેમાં બોલિવૂડ થી લઇ ને સાઉથની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન બોલિવૂડ દિવા એ પોતાની સુંદરતાથી ઈવેન્ટ માં આગ લગાવી દીધી હતી. તમામ અભિનેત્રીઓમાં મલાઈકા અરોરાનો ડ્રેસ ખુબજ બોલ્ડ હતો. જેને જોઈ ને લોકો દંગ રહી ગયા હતા. કેટલાક લોકોને આ ડ્રેસ અજીબોગરીબ લાગ્યો જ્યારે કેટલાક લોકો સમજી શક્યા નહીં કે અભિનેત્રીએ શું પહેર્યું છે. આ કારણે અભિનેત્રીને હવે ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મલાઈકા અરોરા નો વિડીયો
વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ સેરેમની માં ભાગ લેવા, મલાઈકાએ પારદર્શક બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ સાથે અભિનેત્રીએ એક હેવી નેકપીસ પણ પહેર્યો હતો, જેમાં લીલા અને હીરા જેવા પથ્થર જડેલા હતા. તેણે પોતાનો મેક-અપ અને હેર સ્ટાઈલ એકદમ મિનિમલ રાખ્યા હતા. અભિનેત્રી એકદમ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. જ્યાં તેની સ્ટાઈલ કેટલાક લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી, તો કેટલાક લોકોએ કોમેન્ટ માં તેની આબરૂ ના ધજાગરા કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
મલાઈકા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
મલાઈકા અરોરા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો એ કમેન્ટ સેક્શનમાં તેના વિશે ઘસાતું લખ્યું છે.આ વિસીયો પર એક વ્યક્તિ એ કમેન્ટ કરી કે, ‘બધું તો દેખાઈ રહ્યું છે, તો આને પહેર્યું કેમ?.’ એક વ્યક્તિએ લખ્યું, ‘તમે શું પહેર્યું છે?’ આ સિવાય ઘણા લોકોએ અજીબોગરીબ કમેન્ટ્સ કરી છે. બીજી તરફ ઘણા લોકોએ અભિનેત્રીના ફિગર અને સુંદરતાના વખાણ પણ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ