ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરે છે અને કેટલીકવાર તેઓ રેસ્ટોરાં અને પાર્ટીઓમાં સાથે જાેવા મળે છે. પરંતુ આ બંનેની તસવીર જાેઈને કહી શકાય છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે એન્જાેય કરે છે.બોલિવૂડના લવ બર્ડ્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હાલમાં માલદીવમાં વેકેશનની મજા માણી રહ્યા છે, અહીં તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા સાથે પૂલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ખૂબ જ મજા કરી રહ્યાં છે. અર્જુન કપૂરે શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પૂલની અંદર સાઇકલ ચલાવી રહ્યાં છે. આ સાઇકલ એકસરસાઈઝની સાઇકલ છે, જેનો ઉપયોગ જીમમાં એકસરસાઈઝ કરવા માટે થાય છે. આ સાઇકલ પર સવાર થઈને આ બંને સ્ટાર્સ અલગ-અલગ એક્સરસાઇઝ કરી રહ્યા છે અને તેઓ એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અર્જુન કપૂરે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે તમારી ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતા વધુ ટફ ટાસ્ક માસ્ટર હોયપ હું વેકેશનમાં પણ એક્સરસાઇઝ કરી રહ્યો છું.’