News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) મલ્લિકા શેરાવતે(mallika sherawat) તેની ફિલ્મો કરતાં વધુ તેની બોલ્ડનેસ (Boldness) માટે ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી(film industry) દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
દરમિયાન હાલ મલ્લિકાની ફોટોશૂટની તસવીરો(Photoshoot pictures) વાયરલ થઇ રહી છે. જેમાં તે એક નાના પૂલ પાસે પોઝ આપી રહી છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે તેણે પીળા રંગની મોનોકોની પહેરી છે. તસવીરમાં મલ્લિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. મલ્લિકાએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ(Nude makeup) સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈવાસીઓ ધ્યાન આપો. સવાર સવારમાં વાકોલાના આ બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક વ્યવહાર પડ્યો ધીમો..
તમને જણાવી દઈએ કે મલ્લિકાએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’ થી કરી હતી. પરંતુ તેને ‘મર્ડર’ ફિલ્મથી ઓળખ મળી. આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી અને અશ્મિત પટેલ સાથે જોવા મળી હતી.