ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
ગઈ કાલે મલ્લિકા શેરાવતે તેનો 45મો જન્મદિવસ ઊજવ્યો હતો. મલ્લિકા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેના જન્મદિવસના અવસર પર તેણે એક તસવીર શૅર કરી, એમાં તે મોનોકોની પહેરેલી જોવા મળી રહી છે. મલ્લિકાની આ તસવીરો પર ફેન્સ ઘણી કૉમેન્ટ કરી રહ્યા છે.
મલ્લિકાની આ તસવીરો ફોટોશૂટની છે. તે એક નાના પૂલ પાસે પોઝ આપી રહી છે. તેણે પીળા રંગની મોનોકોની પહેરી છે. તસવીરમાં મલ્લિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. મલ્લિકાએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો. મલ્લિકાએ પોતાનો ફોટો શૅર કરતાં એક કૉમેન્ટ લખી : 'બર્થડે ગર્લ ફિટ ઍન્ડ ફેબ્યુલસ.'
થોડા સમય પહેલા મલ્લિકાએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું- "હું અર્થપૂર્ણ ભૂમિકા ભજવવા માંગુ છું. મેં આવી ભૂમિકા મિસ કરી છે. લોકો ગ્લેમરસ રોલ માટે મારો સંપર્ક કરતા હતા, જેમાં ઘણા પૈસા હતા, પરંતુ પાત્ર મજબૂત નહોતું.
તમને જણાવી દઈએ કે મલ્લિકાએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’ થી કરી હતી. પરંતુ તેને ‘મર્ડર’ ફિલ્મથી ઓળખ મળી. આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી અને અશ્મિત પટેલ સાથે જોવા મળી હતી.
આર્થર રોડ જેલમાં આર્યન ખાન આ પુસ્તકો વાંચીને પોતાનો સમય વિતાવે છે; જાણો વિગત