Mamta kulkarni: મમતા કુલકર્ણી ને મળી મોટી રાહત, આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય

Mamta kulkarni: મમતા કુલકર્ણી ને ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. વર્ષ 2016ના ડ્રગ્સ સ્મગલિંગ કેસ માં કોર્ટે મમતા ની અરજીને સ્વીકારી લીધી છે.

by Zalak Parikh
mamta kulkarni gets relief from bombay high court in drug case

News Continuous Bureau | Mumbai

Mamta kulkarni: મમતા કુલકાર્ટની 90 ના દાયકા ની સફળ અભિનેત્રી હતી.મમતા કુલકર્ણીએ પોતાના કરિયરની શરૂઆત રાજ કુમાર અને નાના પાટેકરની 1992માં આવેલી ફિલ્મ ‘તિરંગા’થી કરી હતી.ત્યારબાદ મમતા એ બોલિવૂડ ને ઘણી સફળ ફિલ્મો આપી હતી. મમતા 2016ના ડ્રગ સ્મગલિંગ કેસ ની આરોપીઓમાંનીએક હતી જેમાં રૂ. 2,000 કરોડનું એફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું.મમતા કુલકર્ણી ને ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. વર્ષ 2016ના ડ્રગ્સ સ્મગલિંગ કેસ માં કોર્ટે મમતા ની અરજીને સ્વીકારી લીધી છે.

આ સમાચાર પણ વાંચો : KBC 16: કેબીસી 16 ને લઈને ઉત્સાહિત જોવા મળ્યા અમિતાભ બચ્ચન, સેટ પર ની તસવીર શેર કરી કહી આવી વાત

મમતા કુલકર્ણી ની હાઇકોર્ટ તરફ થી મળી રાહત 

મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે પુરાવાના અભાવે મમતા કુલકર્ણી વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરી દીધી છે. મમતાએ તેની અરજી માં લખ્યું હતું કે તેને ડ્રગ્સ કૌભાંડમાં ફસાવવામાં આવી રહી છે. તેમની અરજી પર સુનાવણી કર્યા પછી, બોમ્બે હાઈકોર્ટે નવો નિર્ણય લીધો છે અહેવાલ મુજબ, જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેંચે અભિનેત્રી વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાનું કહીને ફોજદારી કેસને ફગાવી દીધો હતો. કોર્ટે હજુ સુધી આદેશ જારી કર્યો નથી. 


મમતા કુલકર્ણી પર તેના પતિ વિકી ગોસ્વામી સાથે ડ્રગ્સ સ્મગલિંગનો આરોપ હતો. મમતાના પતિ વિકી ગોસ્વામી ને આ રેકેટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેણે એફેડ્રિનનું ઉત્પાદન અને ખરીદી કરી હતી.થાણે પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ વિભાગે બે કારને અટકાવી અને બે થી ત્રણ કિલોગ્રામ એફેડ્રિન, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ નિયંત્રિત પદાર્થ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More