News Continuous Bureau | Mumbai
Poonam dhillon: પૂનમ ધિલ્લોન બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી છે. હવે અભિનેત્રી ના ઘરે ચોરી થવાની ઘટના સામે આવી છે. પૂનમ ધિલ્લોનના ઘરમાં ચોરી થઈ છે. અહેવાલો અનુસાર, પૂનમ ધિલ્લોન ના ઘરમાં ચોરી કરનાર આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ અભિનેત્રીના ઘરેથી આશરે રૂ. 1 લાખની કિંમતની હીરાની બુટ્ટીઓ અને રૂ. 35,000 રોકડાની ચોરી કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Paatal Lok 2 trailer: હાથીરામ ના પાત્ર માં છવાયો જયદીપ અહલાવત, પાતાલ લોક 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
પૂનમ ધિલ્લોન ના ઘરે થઇ ચોરી
મીડિયા રિપોર્ટ મુજબ ચોરીની ઘટના ખારમાં પૂનમ ધિલ્લોનના ઘરે બની હતી.પૂનમ ધિલ્લોન જુહુના ઘરમાં રહે છે, જ્યારે તેનો પુત્ર અનમોલ ખારના ઘર માં રહે છે.પૂનમ ધિલ્લોન ઘણીવાર ખાર વાળા ઘરમાં પણ જતી હોય છે અને આ ઘરમાં ચોરીની ઘટના બની હતી. આરોપીઓએ રૂ. 35,000 રોકડા, રૂ. એક લાખની કિંમતની હીરાની બુટ્ટી અને 500 યુએસ ડોલરની ચોરી કરી હતી. ખાર પોલીસે ચોરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
Mumbai Police arrested 37-year-old painter Sameer Ansari for stealing a diamond necklace, ₹35,000 cash, and US dollars from actress Poonam Dhillon’s Khar residence. Ansari, hired for painting work, stole valuables from an open wardrobe and confessed to the crime during police… pic.twitter.com/D581TR7Jwy
— IANS (@ians_india) January 8, 2025
પોલીસ ના જણાવ્યા મુજબ આરોપી ફ્લેટને કલર કરવા આવેલા લોકોમાં સામેલ હતો..ચોરીના આરોપીએ કથિત રીતે તેના કેટલાક મિત્રો સાથે ચોરીના પૈસા સાથે પાર્ટી કરી હતી. અહેવાલો અનુસાર, વ્યક્તિએ પાર્ટી પર લગભગ 9,000 રૂપિયા ખર્ચ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)