News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના રનૌત તેની 2024 ની લોકસભા ની ચૂંટણી ની તૈયારી કરી રહી છે. આવતા વર્ષે થનારી લોકસભા ની ચૂંટણી માં અભિનેત્રી બીજેપી ની સીટ પર લડશે. આ બાંધણી વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરાએ કેરીના અથાણા સાથે કંગના રનૌતની સુંદર પેઇન્ટિંગ બનાવી છે.. આ વિડીયો જોયા બાદ તેની કલાત્મકતાથી પ્રભાવિત થઇ રહ્યા છે.
કેરી ના અથાણાં માંથી બનાવ્યું કંગના રનૌત નું પેંટિંગ
સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે, એક છોકરો રોટલી સાથે કેરીના અથાણાની મજા માણી રહ્યો છે, પરંતુ પછી તે એક બાઉલમાં તે જ અથાણું કાઢે છે અને તેને કાગળ પર ઘસવા લાગે છે. અને થોડી જ વારમાં તે કાગળ પર અથાણાં સાથે અભિનેત્રી કંગના રનૌતની સુંદર તસવીર બનાવે છે. જેને જોઈને તમને પણ નવાઈ લાગશે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વિડીયો પર કોમેન્ટ કરીને આ કલાકારના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું 2024 લોકસભા ની ચૂંટણી લડશે કંગના રનૌત ? અભિનેત્રી ના પિતા એ જણાવી હકીકત