News Continuous Bureau | Mumbai
Manav Gohil Dhurandhar 2 Role: ‘ધુરંધર 2’ માં જસકીરત સિંહ રાંગી (રણવીર સિંહ) ને પાકિસ્તાન મોકલતા પહેલા ટ્રેનિંગ આપનાર ઓફિસર સુશાંત બંસલના પાત્રમાં માનવ ગોહિલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં માનવ ગોહિલે જણાવ્યું કે આ રોલ માટે તેમનું કોઈ જ ઓડિશન લેવામાં આવ્યું નહોતું અને તેઓ છેલ્લી ઘડીએ આ ફિલ્મનો હિસ્સો બન્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Kantara Mimicry Row: રણવીર સિંહનો ‘પ્રાયશ્ચિત’ પ્લાન! ૧૦ એપ્રિલે કોર્ટમાં માફી અને ચામુંડી મંદિરે દર્શન; વિવાદોથી છુટકારો મેળવવા એક્ટર તૈયાર
મસૂરીમાં વેકેશન અને મુકેશ છાબડાનો ફોન
માનવ ગોહિલે જણાવ્યું કે, “હું આ ફિલ્મ માટે ક્યારેય પહેલી પસંદ નહોતો. જ્યારે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ મને ફોન કર્યો ત્યારે હું મારા પરિવાર સાથે મસૂરીમાં રજાઓ માણી રહ્યો હતો. મુકેશે મને માત્ર એટલું જ પૂછ્યું કે શું તારી પાસે ડેટ્સ ખાલી છે? મેં હા પાડી એટલે તેણે તરત જ કહ્યું, ‘બેંગકોક જવાનું છે’. બસ, આટલી જ વાત થઈ હતી અને મને ફિલ્મ મળી ગઈ.”
આશ્ચર્યની વાત એ છે કે માનવ ગોહિલ જ્યારે આ પ્રોજેક્ટ સાથે જોડાયા ત્યારે તેમને ફિલ્મની વાર્તા, તેના ડિરેક્ટર કે અન્ય કલાકારો વિશે કંઈ જ ખબર નહોતી.માનવ કહે છે કે તે અજીબ હતું કે તેમણે મારું ઓડિશન પણ નહોતું લીધું.રણવીર સિંહ સાથેના મહત્વના દ્રશ્યો હોવા છતાં માનવ ગોહિલ છેલ્લી મિનિટે કાસ્ટમાં સામેલ થયા હતા. તેમને ડર હતો કે તેઓ આ રોલ માટે યોગ્ય રહેશે કે નહીં, પરંતુ આદિત્ય ધરના વિઝને બધું જ સરળ બનાવી દીધું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
