Site icon

37 વર્ષ પછી આવી દેખાય છે રામ તેરી ગંગા મૈલી ની અભિનેત્રી-કમબેક પ્રોજેક્ટનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

 News Continuous Bureau | Mumbai 

1985માં આવેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' ફેમ મંદાકિની(Mandakini) લગભગ 26 વર્ષ બાદ સ્ક્રીન પર પરત ફરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર તેના કમબેક પ્રોજેક્ટ(comeback project) 'મા ઔર મા'નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે, જેના પર લખ્યું છે, 'મંદાકિની ઈઝ બેક'. અભિનેત્રીએ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું, "તમે ટ્યુન રહો! જલ્દી આવી રહી છું." મ્યુઝિક વીડિયોના પોસ્ટરમાં મંદાકિની તેના પુત્ર રબ્બીલ ઠાકુર(Rabbil Thakur) સાથે જોવા મળી શકે છે.

Join Our WhatsApp Community

થોડા સમય પહેલા એક વાતચીતમાં મંદાકિનીએ પોતાના કમબેક વિશે જણાવ્યું હતું. તેણીએ કહ્યું હતું કે, "હું દિગ્દર્શક સાજન અગ્રવાલ જી (Saajan Agarwal)સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું. હું તેમને લાંબા સમયથી ઓળખું છું. પરંતુ અમે આખરે સાથે કામ કરી રહ્યા છીએ. 'મા ઓ મા' એક ખૂબ જ સુંદર ગીત છે અને હું તરત જ તેના પ્રેમમાં(love) પડી ગઈ. આ ગીતનો સૌથી સુંદર ભાગ એ છે કે મારો પુત્ર તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે."

આ સમાચાર પણ વાંચો : કોફી વિથ કરણ-7 માં આવી રહી છે બ્યુટી પેજન્ટ જીતનાર અભિનેત્રીઓ ઐશ્વર્યા રાય બચ્ચન અને સુષ્મિતા સેન-જાણો આ અહેવાલ પર કરણ જોહરે શું કહ્યું

મંદાકિનીનું સાચું નામ યાસ્મીન જોસેફ છે. 30 જુલાઈ 1963 ના રોજ મેરઠ, (Meerut)ઉત્તર પ્રદેશમાં (Uttar pradesh)જન્મેલી, યાસ્મીનને(Yasmin) રાજ કપૂરે મંદાકિની નામ આપ્યું હતું જ્યારે તેમણે અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' આપી હતી. રાજીવ કપૂર સાથેની આ ફિલ્મમાં મંદાકિનીના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. મંદાકિનીએ પછીથી 'આગ ઔર શોલ', 'જીતે હૈ શાન સે', 'જંગ બાઝ', 'શેષનાગ' અને 'દુશ્મન' જેવી ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે 1996માં આવેલી ફિલ્મ 'જોરદાર'માં જોવા મળી હતી. તેણીએ 1990 માં ડો. કાગેર સાથે લગ્ન કર્યા અને તે બે બાળકોની માતા છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version