News Continuous Bureau | Mumbai
વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’એ (Ram teri ganga maili) અભિનેત્રી મંદાકિનીને (mandakini ) રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મમાં મંદાકિનીની બોલ્ડનેસ (boldness) જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના વોટરફોલ સીનની (waterfall scene) આજે પણ બોલિવૂડના કોરિડોરમાં ચર્ચા થાય છે. આ સિવાય મંદાકિનીએ આ ફિલ્મમાં બ્રેસ્ટફીડિંગ સીન (breastfeeding scene) પણ કર્યો હતો. ફિલ્મના આ સીનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મના આ થોડા દ્રશ્યોએ મંદાકિનીને એક બોલ્ડ અભિનેત્રી (bold actress) તરીકે ઓળખ આપી. પરંતુ હવે વર્ષો પછી અભિનેત્રીએ બ્રેસ્ટફીડિંગ સીન પર પોતાનું મૌન તોડ્યું છે.
મંદાકિનીએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં અભિનેત્રીએ આ સીન પર ખુલીને વાત કરતા તેના પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તેણે આ સીન કર્યો ત્યારે લોકોએ તેના વિશે ઘણી વાતો કરી. જ્યારે તે દ્રશ્યમાં જે ક્લીવેજ દર્શાવવામાં આવ્યો હતો, આજકાલ લોકો તેના કરતા વધુ દર્શાવે છે.અભિનેત્રીએ કહ્યું કે પહેલા બધાને ખબર હોવી જોઈએ કે આ સીન બ્રેસ્ટફીડિંગનો નહોતો. તે શૂટ એવી રીતે કરવામાં આવ્યો હતો કે લોકો ને જોવા માં તેવો લાગે. આ ફિલ્મની માંગ હતી. સીન શૂટ કરવા પાછળ પણ એક લાંબી કહાની છે. જેટલો મારો ક્લીવેજ તે સમયે દેખાડવામાં આવતો હતો, આજે લોકો કપડાં પહેરીને પણ તેનાથી વધુ બતાવે છે. પણ આજે ફિલ્મોમાં જે રીતે સ્કીન શો થાય છે તેની સરખામણીમાં એ સીન કંઈ જ નહોતો. તે દ્રશ્ય એકદમ શુદ્ધ હતું અને ખૂબ જ શુદ્ધતા સાથે શૂટ કરવામાં આવ્યું હતું. પરંતુ આજકાલ ફિલ્મોમાં માત્ર કામુકતા (sexuality) જ જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: જેલમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ સર્વિસ, BJPનો વીડિયો વાયરલ. હવે થઈ બબાલ. તમે પણ વિડિયો જુઓ.
તમને જણાવીએ છીએ કે રાજ કપૂર (Raj Kapoor) તેમના પુત્ર રાજીવને ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ દ્વારા લોન્ચ કરવા માંગતા હતા. તેથી જ તેઓ તેની સામે એક નવો ચહેરો શોધી રહ્યા હતા અને મંદાકિની નસીબદાર હતી કે રાજ કપૂર ની શોધ તેની સાથે સમાપ્ત થઈ. મંદાકિની (Mandakini) છેલ્લે 1996માં ફિલ્મ ‘જોરદાર’માં જોવા મળી હતી.પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં. આ પછી મંદાકિનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દ્વારા મંદાકિનીએ 26 વર્ષ બાદ કમબેક કર્યું છે.
mandakini talked about the famous breastfeeding sceen in film ram teri ganga maili