ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
ફેમસ એક્ટ્રેસ મંદિરા બેદીએ ક્રિકેટ જગત વિશે એવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળીને બધા ચોંકી જાય છે. મંદિરા બેદીએ પોતાના નિવેદનથી ક્રિકેટ જગતને સવાલોમાં મુકી દીધું છેસ્પોર્ટ્સ એન્કરિંગમાં હાથ અજમાવનાર મંદિરા બેદીએ ક્રિકેટરો પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. મંદિરાએ 2003ના ક્રિકેટ વર્લ્ડ કપમાં એન્કરિંગ કર્યું હતું, જ્યાં દર્શકોને રમતની સાથે સાથે ગ્લેમર પણ જોવા મળ્યું હતું.
2003માં યોજનારા વર્લ્ડ કપ ને 19 વર્ષ વીતી ગયા છે અને હવે આટલા વર્ષો પછી મંદિરાએ તેના વિશે શું ખુલાસો કર્યો તે જાણીને બધા ચોંકી ગયા. મંદિરા બેદીએ એક શોમાં કહ્યું હતું કે સ્પોર્ટ્સ એન્કરિંગના સમયે ક્રિકેટર્સ તેને અપમાનિત કરતા હતા, જ્યારે તે પ્રશ્નો પૂછતી ત્યારે તે તેની સામે જોઈને અન્ય પ્રશ્નોના જવાબ આપતા હતા . મંદિરા ક્રિકેટરોના આવા વર્તનથી ડરી ગઈ હતી પરંતુ તે સમયે તેને જે ચેનલ માટે તે કામ કરતી હતી તેનો ઘણો સપોર્ટ મળ્યો.મંદિરા બેદીએ કહ્યું, 'ક્રિકેટર્સ મારી સામે ઘુરી ઘુરી ને જોતા હતા. જેમ કે હું શું પૂછું છું? ખેલાડીઓ જે પણ જવાબ આપતા તે મારા પ્રશ્ન કરતા અલગ હતો. આ અનુભવ મારા માટે ડરામણો હતો. જેના કારણે મારો આત્મવિશ્વાસ ડગી ગયો હતો, પરંતુ બ્રોડકાસ્ટર્સે મને હિંમત આપી.
ટીવી શો 'શાંતિ'થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર મંદિરા બેદીએ દુશ્મન, જસ્સી જૈસી કોઈ નહીં, 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને મહાભારત જેવી સિરિયલોમાં અભિનય કર્યો હતો.