Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો

Karisma Kapoor-Sunjay Kapoor: સંજય કપૂર ની બહેન મંદિર એ તાજેતર માં જ તેના ભાઈ સંજય-કરિશ્માના સંબંધમાં ત્રીજી પત્ની પ્રિયા સચદેવ ના પ્રવેશ ને લઈને ખુલાસો કર્યો છે.

by Zalak Parikh
Mandira Kapoor Claims Priya Sachdev Ruined Karisma Kapoor’s Marriage with Sanjay Kapoor

News Continuous Bureau | Mumbai

Karisma Kapoor-Sunjay Kapoor: અભિનેત્રી કરિશ્મા કપૂર અને ઉદ્યોગપતિ સંજય કપૂર  ના તૂટેલા લગ્ન વિશે સંજયની બહેન  મંદિરા કપૂર સ્મિથ એ તાજેતરમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે દાવો કર્યો કે સંજય અને કરિશ્મા વચ્ચે ત્રીજી પત્ની  પ્રિયા સચદેવ ના સંબંધો જ તેમના લગ્ન તૂટવાના મુખ્ય કારણ બન્યા.

આ સમાચાર પણ વાંચો : Nita Ambani: ફાલ્ગુની પાઠક ના તાલે ઝૂમી નીતા અંબાણી, દાંડિયા કવીન સાથે ગરબા રમી ને ધૂમધામથી ઉજવ્યો દશેરા નો તહેવાર

મંદિરા એ કર્યો ખુલાસો 

તાજેતર માં સંજય કપૂર ની બહેન મંદિરા એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે “લોલો અને સંજય એક સારી જગ્યા પર હતા.  કિયાન નો જન્મ થયો હતો. મારા ભાઈને બાળકો માટે ખૂબ લાગણી હતી. પ્રિયા એ એક પરિવાર તોડ્યો, જે કામ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો.” મંદિરાએ કહ્યું કે તેમના પિતા પણ આ સંબંધના વિરોધમાં હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે “સંજય એ પ્રિયાને ક્યારેય લગ્ન કરી શકે નહીં.” મંદિરાએ જણાવ્યું કે 2017માં સંજય અને પ્રિયાના લગ્નમાં તેઓ અને તેમની બહેન હાજર નહોતી. “અમે સ્પષ્ટ હતા કે અમે આ લગ્નને સપોર્ટ કરી શકતા નથી,” એમ મંદિરાએ કહ્યું. તેમના પિતા  સુરિન્દર કપૂર એ પણ કહ્યું હતું કે “મારે એનો ચહેરો પણ જોવો નથી.”

 

View this post on Instagram

 

A post shared by Vickey Lalwani (@iamvickeylalwani)


મંદિરાએ કહ્યું કે “કરિશ્મા મારી સૌથી સારી મિત્ર હતી. મને દુઃખ છે કે હું તેના માટે ઊભી રહી શકી નહીં.” તેણે  સમાયરા  અને કિયાન માટે પણ સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે “મને ગર્વ છે કે કરિશ્માએ તેમને કેવી રીતે ઉછેર્યા.” તમને જણાવી દઈએ કે, સંજય કપૂરના પરિવારમાં તેની પત્ની પ્રિયા સચદેવ કપૂર છે, જે દિલ્હી સ્થિત મોડેલમાંથી ઉદ્યોગસાહસિક બની છે. સંજય કપૂરે 2017 માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર, અઝારિયસ કપૂર છે, જેનો જન્મ ડિસેમ્બર 2018 માં થયો હતો અને હવે તે છ વર્ષનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More