Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai and Sushmita sen: શું ઐશ્વર્યા રાય અને સુષ્મિતા વચ્ચે નહોતી કોઈ દુશ્મનાવટ? અભિનેત્રી માનિની ડે એ જણાવી હકીકત

Aishwarya rai and Sushmita sen: ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેન વચ્ચે કોલ્ડ વોર ના સમાચાર ઘણા સમય થી ચાલતા આવ્યા છે. હવે આ સમાચાર પર અભિનેત્રી માનિની ડે એ ખુલાસો કર્યો છે.

maninee de talks about much hyped rivalry between aishwarya rai and sushmita sen

maninee de talks about much hyped rivalry between aishwarya rai and sushmita sen

News Continuous Bureau | Mumbai 

Aishwarya rai and Sushmita sen: ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનની ગણતરી બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. આ બંનેએ વર્ષ 1994માં ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધા માં એકસાથે ભાગ લીધો હતો.તે દિવસોમાં, એવી અફવા ફેલાઈ હતી કે ઐશ્વર્યા અને સુષ્મિતાએ ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધા દરમિયાન એકબીજા સાથે વાત કરી ન હતી.બંને વચ્ચે કોઈ વાત ને લઈને અણબનાવ હતો. હવે ઐશ્વર્યા અને સુષ્મિતા ની સાથે ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં સ્પર્ધક રહી ચૂકેલી માનિની ​​ડે એ આ બંને વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સોઢી ના થવાના હતા લગ્ન, આ કારણને લઈને પરેશાન હતો અભિનેતા, ગુરુચરણ સિંહ ના કેસમાં થયા મોટા ખુલાસા

ઐશ્વર્યા અને સુષ્મિતા ને લઈને માનિની ડે એ કર્યા ખુલાસા 

માનિની એ તાજેતરમાં જ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો તે દરમિયાન માનિની એ તેના મિસ ઇન્ડિયા ના દિવસો ને યાદ કરતા કહ્યું,  ‘હું આજે જે કંઈ પણ છું તેનો શ્રેય હું સુષ્મિતા સેનને આપવા માંગુ છું. તે પહેલી છોકરી હતી જેણે મને કહ્યું કે હું સુંદર છું અને હું પણ ‘મિસ ઈન્ડિયા’ જેવી સ્પર્ધામાં ભાગ લઈ શકું છું. તેના પહેલા, મને કોઈએ કહ્યું ન હતું કે તમે આવી સ્પર્ધાનો ભાગ બની શકો છો. મેં અરજી ભરવાની છેલ્લી તારીખે મારી અરજી મોકલી હતી. પોતાની વાત ને આગળ વધારતા માનિની એ કહ્યું, હું ક્યારેય ગોવા નહોતી ગઈ તેથી હું ખૂબ જ ઉત્સાહિત હતી. અમે ગોવા માત્ર મોજ-મસ્તી કરવા માટે નીકળ્યા હતા અને ત્યાં પહોંચ્યા ત્યારે અમે પહેલી વાર ઐશ્વર્યા રાયને જોઈ હતી. તે માત્ર સુંદર જ નથી પણ ખૂબ જ દયાળુ પણ છે. મેં તે સમયે ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં ‘મિસ કન્જેનિઆલિટી’ સ્પર્ધા જીતી હતી અને તેણી મારી પાસે આવી અને મને કહ્યું કે તેણે મને મત આપ્યો છે કારણ કે હું ખરેખર સૌથી પ્યારી છું.’


આ ઇન્ટરવ્યૂ દરમિયાન માનિની એ પૂછવામાં આવ્યું હતું કે શું મિસ ઇન્ડિયા સ્પર્ધા દરમિયાન ઐશ્વર્યા અને સુષ્મિતા વચ્ચે અણબનાવ હતો જેના જવાબ માં માનિની એ જણાવ્યું કે, ‘જુઓ, આ બધું મીડિયાએ પોતાના મનથી બનાવ્યું છે. તેમની વચ્ચે એવું કંઈ નહોતું. બંને એકબીજા સાથે વાતો કરતા. મારી જાણકારી મુજબ બંને વચ્ચે કોઈ દુશ્મનાવટ નહોતી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

 

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version