Anupama: શું અનુપમા માંથી કપાયું વધુ એક કલાકાર નું પત્તુ? રૂપાલી સાથે અણબનાવ નું કારણ આવી રહ્યુ છે સામે, જાણો શું છે હકીકત

Anupama: 'અનુપમા'માં થોડા સમય પહેલા જ મનીષ ગોયલ એ રાઘવ ના પાત્રથી એન્ટ્રી કરી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી સાથેના મતભેદને કારણે તે શો છોડશે.

by Zalak Parikh
Manish Goel to Exit Anupama Actor Denies Rift with Rupali Ganguly

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા’ ટીવીના ટોપ શોમાંથી એક છે. ટીઆરપી ચાર્ટ પર રાજ કરતોઆ શો ઘણીવાર વિવાદોમાં પણ રહી ચુક્યો છે. હવે  આ શો ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ‘અનુપમા’માં રાઘવનું પાત્ર ભજવનારા મનીષ ગોયલ શો છોડશે. ચાલો જાણીએ આ વિશેની સત્યતા.

આ સમાચાર પણ વાંચો: Deepika Padukone: રણવીર અને દીપિકા ને તેમની દીકરી નું નામ રાખવામાં લાગ્યો હતો આટલા મહિના નો સમય, અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

શું રૂપાલી ગાંગુલી સાથેના મતભેદને કારણે મનીષ ગોયલ ‘અનુપમા’ છોડશે?

મીડિયા રિપોર્ટ અનુસાર, મનીષ ગોયલ અને રૂપાલી ગાંગુલી વચ્ચે મતભેદો છે, જેના કારણે મનીષ શો છોડવાની યોજના બનાવી રહ્યો છે. એક સૂત્રએ જણાવ્યું કે, “મનીષ અને રૂપાલી વચ્ચે મતભેદ છે અને આ જ કારણ છે કે તે શો છોડશે અને પછી શો માં વધુ એક લિપ આવશે.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


મનીષ ગોયલએ રૂપાલી ગાંગુલી સાથેના મતભેદની અફવાઓ નુંખંડન કર્યું છે. અભિનેતાએ હસતાં કહ્યું, “આ સંપૂર્ણપણે ખોટું છે. રૂપાલી અને મારી ઓળખાણ આજની નથી. હું તેને મુંબઈ આવ્યો ત્યારથી જાણું છું. આ ચોથી વાર છે જ્યારે હું તેની સાથે કામ કરી રહ્યો છું. સામાન્ય રીતે, ચિંગારી વગર આગ નથી હોતી, પરંતુ આ મામલામાં, ન તો ચિંગારી છે અને ન તો આગ. મને ખબર નથી કે લોકો આવી વાતો કેમ ફેલાવે છે, આ ખોટું છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More