Site icon

Manish Malhotra Diwali Bash: મનીષ મલ્હોત્રા ની પાર્ટી માં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, ફેશન ડિઝાઈનર એ શેર કરી અંદર ની તસવીરો

Manish Malhotra Diwali Bash: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ સ્ટાર્સનો મેળો જામ્યો હતો, શાહરુખથી લઈને કરણ જોહર સુધી ઘણા સ્ટાર્સ સામેલ થયા. હવે મનીષ મલ્હોત્રા એ અંદર ની તસવીરો શેર કરી છે.

Manish Malhotra Diwali Bash Lit Up by Bollywood Stars from Shah Rukh Khan to Karan Johar

Manish Malhotra Diwali Bash Lit Up by Bollywood Stars from Shah Rukh Khan to Karan Johar

News Continuous Bureau | Mumbai

Manish Malhotra Diwali Bash: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી હંમેશા બોલીવૂડ ના સૌથી મોટા સેલિબ્રિટી ઇવેન્ટ્સમાંની એક હોય છે. આ વર્ષે પણ આ પાર્ટી ગ્લેમર, રોશની અને તહેવારની ખુશીઓથી ભરપૂર રહી. શાહરુખ ખાન, કરણ જોહર, રેખા, નીતા અંબાણી, કાજોલ, શિલ્પા શેટ્ટી, અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજોએ હાજરી આપી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan: સેલિબ્રિટીઓના ‘પર્સનાલિટી રાઇટ્સ’નો મુદ્દો ગરમાયો, અભિષેક અને ઐશ્વર્યા બાદ હવે આ સુપરસ્ટાર એ પણ રક્ષણ માટે કોર્ટમાં અરજી કરી.

શાહરુખ ખાનની ઝલક અને રેખા-નીતા અંબાણીની તસવીરો રહી ખાસ

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પોતાના સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનની ઝલક શેર કરી, જેની ખૂબ ચર્ચા થઈ. રેખા અને નીતા અંબાણીની સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ મનીષ સાથે પોઝ આપ્યો હતો, જે પાર્ટીનું મુખ્ય આકર્ષણ બન્યું.અનન્યા પાંડે, ખુશી કપૂર, તારા સુતારિયા, ફાતિમા સના શેખ, મીઝાન જાફરી અને નુસરત ભરુચા જેવા યુવા કલાકારોએ પાર્ટીમાં તહેવારનો જુસ્સો વધાર્યો. ફાતિમા અને વિજય વર્માની કેમિસ્ટ્રી પણ ચર્ચાનો વિષય રહી.


મનીષે લખ્યું: “દિવાળી હોસ્ટ કરવી હંમેશા ખાસ હોય છે… મિત્રો અને પરિવાર સાથે હાસ્ય અને પ્રકાશ વહેંચવો એ જ સાચો તહેવાર છે.” તેમણે ઉમેર્યું કે 2025ની આ દિવાળી પાર્ટી દરેક ડિટેઈલમાં ખુશી અને એકતાનું પ્રતિબિંબ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hema Malini Birthday Special: માત્ર એક્ટિંગ જ નહીં, રાજનીતિમાં પણ સુપરહિટ! 77 વર્ષની હેમા માલિનીની કુલ સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો
Deepika Padukone: Meta AIની નવી ‘વોઈસ ઓફ ઈન્ડિયા’ બની દીપિકા પાદુકોણ, હવે તમારા ફોનમાં સાંભળો તેનો અવાજ!
Pankaj Dheer: એક ‘ના’ના કારણે BR ચોપરા થયા ગુસ્સે , પછી પંકજ ધીરનેઆ રીતે મળ્યો ‘કર્ણ’નો રોલ
Rakhi Sawant: રાખી સાવંત અને આદિલ દુર્રાની વિવાદનો અંત: બોમ્બે હાઈકોર્ટે FIR રદ કરી, બંને પક્ષોને મોટી રાહત
Exit mobile version