Site icon

Manish Malhotra : ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા મીના કુમારી ની બાયોપિક થી કરશે દિગ્દર્શક તરીકે ડેબ્યુ!, આ અભિનેત્રી નિભાવશે ટ્રેજડી કવિન ની ભૂમિકા

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ટૂંક સમયમાં ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મીના કુમારીના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં અભિનેત્રી કૃતિ સેનન મીના કુમારીના રોલમાં જોવા મળશે.

manish-malhotra-to-debut-as-direction-with-meena-kumari-biopic-kriti-sanon-to-be-tragedy-queen

manish-malhotra-to-debut-as-direction-with-meena-kumari-biopic-kriti-sanon-to-be-tragedy-queen

News Continuous Bureau | Mumbai
Manish Malhotra :  ભારતીય સિનેમાએ 100 વર્ષની સફર કવર કરી છે અને આ 100 વર્ષોમાં ઈન્ડસ્ટ્રીએ ઘણા મોટા સુપરસ્ટાર આપ્યા છે. આ સુપરસ્ટાર્સે દર્શકોના દિલમાં અમીટ છાપ છોડી છે, જેના કારણે લોકો તેમને આજ સુધી ભૂલી શક્યા નથી. તેમાંથી એક અભિનેત્રી છે મીના કુમારી, જેનું જીવન કોઈ ફિલ્મથી ઓછું નથી. મીના કુમારીના જીવન સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે, જેના વિશે લોકો જાણવા માંગે છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ મીના કુમારીના જીવનને મોટા પડદા પર રજૂ કરવાનો નિર્ણય લીધો છે.

મીના કુમારી ની બાયોપિક બનાવશે મનીષ મલ્હોત્રા

દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીની બાયોપિક પર કામ આખરે શરૂ થઈ ગયું છે. ફિલ્મ હાલમાં સ્ક્રિપ્ટીંગ સ્ટેજ પર છે અને ત્યારબાદ રેકી, કાસ્ટીંગ વગેરે અને ત્યારબાદ શુટીંગ શરૂ થશે. આ ફિલ્મથી મનીષ મલ્હોત્રા ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે. સાથે જ ભૂષણ કુમાર આ ફિલ્મનું નિર્માણ કરશે. કૃતિ સેનન પીઢ અભિનેત્રી મીના કુમારીના રોલમાં જોવા મળશે..

આ સમાચાર પણ વાંચો: Azam Khan : હેટ સ્પીચ કેસમાં સપા નેતાઆઝમ ખાન દોષિત, રામપુર કોર્ટે સંભળાવી બે વર્ષની સજા, ફટકાર્યો દંડ…

Join Our WhatsApp Community

મીના કુમારી ને મળ્યું હતું ટ્રેજેડી ક્વીન નું બિરુદ

તમને જણાવી દઈએ કે ટ્રેજેડી ક્વીન કહેવાતી મીના કુમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મીનાએ મજબૂરીમાં કામ કરવાનું શરૂ કર્યું, ગરીબીને કારણે ભણી ન શકી. પિતાના ડરથી ગુપચુપ લગ્ન કર્યા અને લગ્ન બાદ પતિ દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો. મીના કુમારીના અંતિમ દિવસો પણ પરેશાનીઓથી ભરેલા હતા. મીના ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર બનવા લાગી અને પછી ક્રોનિક અનિદ્રા સામે લડવા લાગી. અને આ પછી મીના દારૂના નશાને કારણે બીમાર થવા લાગી અને તેને લીવર સિરોસીસ થઈ ગયો, જેની સારવાર વિદેશમાં કરવામાં આવી પરંતુ તે સંપૂર્ણ રીતે સાજી થઈ શકી નહીં. નોંધપાત્ર રીતે, મીનાએ 31 માર્ચ 1972ના રોજ દુનિયાને અલવિદા કહ્યું.

Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા
Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત
Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Exit mobile version