News Continuous Bureau | Mumbai
Mannara chopra: બિગ બોસ 17 ને તેનો વિજેતા મળી ગયો છે. મુનાવર ફારુકી એ બિગ બોસ 17 ની ટ્રોફી જીતી લીધી છે. બિગ બોસ 17 ના ઘરમાં મુનાવર ફારુકી ની પ્રિયંકા ચોપરા ની બહેન મન્નારા ચોપરા સાથે સારી મિત્રતા હતી. એક એપિસોડ દરમિયાન મુનાવરની ‘તેને ચુંબન કર્યા પછી અસ્વસ્થતા અનુભવે છે’ ની ટિપ્પણીએ મન્નારા ને આઘાત પહોંચાડ્યો હતો.
મન્નારા ચોપરા ઈચ્છે છે કે મુનાવર તેની માફી માંગે
મીડિયા સાથે ની વાતચીત દરમિયાન મન્નારાએ મુનાવર ને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. આ સિવાય તેણે મુનાવર ને તેનો સાચો મિત્ર કહ્યો હતો, પરંતુ ત્યારબાદ મન્નારા ને ખબર પડી કે મુનાવરે એકવાર શોમાં અંકિતા લોખંડે સાથે વાત કરતા કહ્યું હતું કે મન્નારા એ તેને કિસ કરી હતી. અને તેણીને ચુંબન કર્યા પછી તે તેના (મન્નારા) સાથે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. મન્નારા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. મન્નારા એ કહ્યું, ‘હે ભગવાન, આ એક વિચિત્ર નિવેદન છે. એવું કોઈ ફૂટેજ નથી અને મને યાદ પણ નથી કે આવું કંઈ બન્યું હોય. મને ખબર નથી કે તેણે કયા હેતુથી આવું કહ્યું, પરંતુ જો તેણે આવું કહ્યું હોય તો તેણે મારી જાહેરમાં માફી માંગવી જોઈએ.’
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 Ankita lokhande: બિગ બોસ 17 માંથી બહાર નીકળતા અંકિતા લોખંડે એ શેર કરી ભાવુક પોસ્ટ, પત્ની ના બહાર આવતા જ વિકી ના પણ બદલાયા સુર શેર કરી પોસ્ટ