Site icon

Mannara chopra: મુનાવર ફારુકી ના કિસિંગ સ્ટેટમેન્ટ પર ગુસ્સે થઈ મન્નારા ચોપરા, બિગ બોસ 17 ના વિજેતા પાસે કરી આવી માંગણી

Mannara chopra: મુનાવર ફારુકી બિગ બોસ 17 નો વિજેતા બની ગયો છે. ચાહકો આ વાત થી ખુશ છે કે મુનાવર વિજેતા બન્યો છે. પરંતુ મન્નારા ચોપરા મુનાવર ફારૂકી ની એક વાત થી નારાજ છે અને તે ઇચ્છે છે કે તે બધાની સામે તેની માફી માંગે.

mannara chopra wants a public apology from munawar faruqui for his kissing statement

News Continuous Bureau | Mumbai 

Mannara chopra: બિગ બોસ 17 ને તેનો વિજેતા મળી ગયો છે. મુનાવર ફારુકી એ બિગ બોસ 17 ની ટ્રોફી જીતી લીધી છે. બિગ બોસ 17 ના ઘરમાં મુનાવર ફારુકી ની પ્રિયંકા ચોપરા ની બહેન મન્નારા ચોપરા સાથે સારી મિત્રતા હતી. એક એપિસોડ દરમિયાન મુનાવરની ‘તેને ચુંબન કર્યા પછી અસ્વસ્થતા અનુભવે છે’ ની ટિપ્પણીએ મન્નારા ને આઘાત પહોંચાડ્યો હતો.

Join Our WhatsApp Community

 

મન્નારા ચોપરા ઈચ્છે છે કે મુનાવર તેની માફી માંગે 

મીડિયા સાથે ની વાતચીત દરમિયાન મન્નારાએ મુનાવર ને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. આ સિવાય તેણે મુનાવર ને તેનો સાચો મિત્ર કહ્યો હતો, પરંતુ ત્યારબાદ મન્નારા ને ખબર પડી કે મુનાવરે એકવાર શોમાં અંકિતા લોખંડે સાથે વાત કરતા કહ્યું હતું કે મન્નારા એ તેને કિસ કરી હતી. અને તેણીને ચુંબન કર્યા પછી તે તેના (મન્નારા) સાથે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. મન્નારા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. મન્નારા એ કહ્યું, ‘હે ભગવાન, આ એક વિચિત્ર નિવેદન છે. એવું કોઈ ફૂટેજ નથી અને મને યાદ પણ નથી કે આવું કંઈ બન્યું હોય. મને ખબર નથી કે તેણે કયા હેતુથી આવું કહ્યું, પરંતુ જો તેણે આવું કહ્યું હોય તો તેણે મારી જાહેરમાં માફી માંગવી જોઈએ.’

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 Ankita lokhande: બિગ બોસ 17 માંથી બહાર નીકળતા અંકિતા લોખંડે એ શેર કરી ભાવુક પોસ્ટ, પત્ની ના બહાર આવતા જ વિકી ના પણ બદલાયા સુર શેર કરી પોસ્ટ

 

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version