Site icon

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ જોશીને એર ઇન્ડિયા એરલાઈન્સ પર આવ્યો ગુસ્સો- Twitter પર કાઢ્યો બળાપો-જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

બોલીવુડ(Bollywood)ના દિગ્ગજ અભિનેતા મનોજ જોષી(Manoj Joshi)એ બુધવારે એર ઈન્ડિયા(Air India)ની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. તેઓ ભોપાલ(Bhipal)થી મુંબઈ(Mumbai) આવ્યા હતા, પરંતુ તેમની મુસાફરીમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મનોજ જોશીએ ટાટા(TATA)ની માલિકીની એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથેનો તેમનો અનુભવ શેર કર્યો છે. પીઢ અભિનેતાએ ફ્લાઇટમાં વિલંબ, એરપોર્ટ પર સામાનની ડિલિવરી અને માર્ગદર્શન માટે સ્ટાફની અછત માટે એરલાઇનની ટીકા કરી હતી. તેમણે એરલાઇનની સેવાઓને "અત્યાર સુધીની સૌથી ખરાબ" ગણાવી હતી.

Join Our WhatsApp Community

 

મનોજ જોશીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ એર ઈન્ડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં તેમણે જણાવ્યું કે, એક તો ભોપાલની ફ્લાઈટ લગભગ 3 કલાક મોડી પડી, હું મુંબઈ આવ્યો. મારો સામાન બેલ્ટ પર આવવાનો હતો પણ છેલ્લી 40 મિનિટથી આવ્યો નથી. માર્ગદર્શન કે મદદ માટે અહીં એર ઈન્ડિયાનો કોઈ સ્ટાફ હાજર નથી. 

આ સમાચાર પણ વાંચો: શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે- અપડેટ કરવું પડશે-UIDAIએ જારી કરી નોટિસ- જાણો કેવી રીતે કરશો

તેણે એર ઈન્ડિયાના સ્ટાફની હાજરીના અભાવ અંગે વધુ ફરિયાદ કરતાં કહ્યું, "એર ઈન્ડિયાના સ્ટાફ(Staff)માંથી કોઈ અહીં હાજર નથી. શું તેઓ ક્યારેય શીખશે? મારે માફીની જરૂર નથી કારણ કે મારે બીજું ઘણું કામ છે. મારે ક્યાંક જવું છે. 3 કલાક વેડફાઈ ગયા, અને જો હું મારા કેટલાક સામાન માટે 45 મિનિટ રાહ જોઉં છું, તો આ કામ કરવાની રીત શું છે? મારે કોઈને ફોન કરવો પડ્યો, તે પછી તે આવ્યો, અને તે મારો સામાન લેવા ગયો. તેમણે તેને પોતાના સમયનો બગાડ ગણાવ્યો. તેમણે વીડિયોમાં એ પણ કહ્યું કે એર ઈન્ડિયા સુધરશે કે નહીં.

તેમણે આ ટ્વીટમાં એર ઈન્ડિયાને પણ ટેગ કર્યું છે. તેમના ટ્વીટનો જવાબ આપતા એર ઈન્ડિયાએ લખ્યું, 'પ્રિય મિસ્ટર જોશી, અમને આશા છે કે તમને તમારી બેગ હવે મળી ગઈ હશે. કૃપા કરીને ખાતરી કરો કે તમારો પ્રતિસાદ એરપોર્ટ ટીમને જરૂરી સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે. આશા છે કે આગામી વખતે તમે અમારી સાથે ઉડાન ભરશો ત્યારે તમને વધુ સારી સેવા આપશે.'

ઉલ્લેખનીય છે કે મનોજ જોશી ટેલિવિઝન શ્રેણીમાં 'ચાણક્ય'ની ભૂમિકા માટે જાણીતા છે. તેમના અન્ય કાર્યોમાં 'હુલચલ', 'ધૂમ', 'ભાગમ ભાગ', 'ફિર હેરા ફેરી', 'ચુપ ચૂપ કે' અને 'ભૂલ ભુલૈયા' જેવી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. જોશીને 2018માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: કરવા ચોથ પર પ્રેમિકાને કરાવી રહ્યો હતો શોપિંગ- પછી શું પત્નીએ જાહેરમાં ધોઈ નાખ્યો- જુઓ વાયરલ વિડીયો 

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version