News Continuous Bureau | Mumbai
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની(miss world Manushi Chhillar) તાજેતરમાં અક્ષય કુમાર સાથેની સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj)ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે લીડ રોલમાં જોવા મળી હતી. 3 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ થિયેટરોમાં કંઈ ખાસ બતાવી શકી નથી. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે માનુષીએ પોતાના કરિયરની ત્રીજી ફિલ્મ (sign third film)પણ સાઈન કરી લીધી છે. એટલે કે પૃથ્વીરાજની ફિલ્મ ફ્લોપ થયા પછી પણ અભિનેત્રીની કારકિર્દી પર કોઈ ખાસ અસર પડી હોય તેમ લાગતું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનુષીએ પોતાના કરિયરની ત્રીજી ફિલ્મ સાઈન કરી છે. તે એક એક્શન એન્ટરટેઈનર(action entertrainer) છે, જેનું શૂટિંગ યુરોપમાં(Europe) થશે. જો કે હજુ સુધી આ ફિલ્મ વિશે વધુ માહિતી સામે આવી નથી, પરંતુ તેણે પોતાની પહેલી ફિલ્મના થોડા દિવસો બાદ જ આ બિગ બજેટ પ્રોજેક્ટ(big budget) પર સાઈન કરી છે.આ ફિલ્મમાં તે નવા અવતારમાં જોવા મળશે. અહેવાલો અનુસાર, તે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને નિર્માતાઓ સ્ક્રીન પર એક નવો ચહેરો કાસ્ટ કરવા માંગતા હતા. તેથી જ તેણે માનુષીને કાસ્ટ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે માનુષીએ વિકી કૌશલ(Vicky Kaushal) સાથે બીજી ફિલ્મ સાઈન કરી છે. યશ રાજ ફિલ્મ તેને પ્રોડ્યુસ કરશે અને તેમાં બે મોટા સ્ટાર્સ લીડ રોલમાં હશે.
આ સમાચાર પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા મુશ્કેલીમાં મુકાઈ- અભિનેતા ની પત્ની ઉપર લાગ્યો આ આરોપ
માનુષીની પાછલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની વાત કરીએ તો આ ફિલ્મમાં તે સમ્રાટ પૃથ્વીરાજની પ્રેમિકા સંયોગિતાના(Sanyogita) રોલમાં હતી. ચંદ્રપ્રકાશ દ્વિવેદીના(Chandraprakash Dwivedi) નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરી વચ્ચે 1191 અને 1192માં થયેલા યુદ્ધને પણ દર્શાવવામાં આવ્યું છે.