ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 સપ્ટેમ્બર 2020
દિગ્ગજ મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. આશાલતા વાબગાંવકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમને સતારાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા. આશાલતા વાબગાંવકરના પરિવારે અધિકૃત નિવેદનમાં જણાવ્યુ છે કે આશાલતા વાબગાંવકર સતારા હોસ્પિટલમાં પોતાની મરાઠી સીરિયલ 'આઈ કલુબાઈ'નુ શૂટિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં નિયમ મુજબ તેમની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં તે વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આશાલતા વાબગાંવકરે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આશાલતા વાબગાંવકરે 100થી વધુ ફિલ્મો કરી હતી. આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'જંજીર'માં પણ કામ કર્યુ હતુ જેમાં તેમણે અમિતાભની સાવકી માની ભૂમિકા નિભાવી હતી.
