Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ

Mardaani 3 OTT Release Date: ૩૦ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘મર્દાની 3’; ૮ અઠવાડિયા બાદ નેટફ્લિક્સ પર જોવા મળશે શિવાની શિવાજી રોયનો એક્શન અવતાર.

by Zalak Parikh
Mardaani 3 OTT Release Date: Rani Mukerji’s action-thriller to stream on Netflix

News Continuous Bureau | Mumbai

Mardaani 3 OTT Release Date: રાણી મુખર્જીની આ હાર્ડ-હિટિંગ કોપ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. થીયેટરમાં રિલીઝ થયાના લગભગ ૮ અઠવાડિયા બાદ, એટલે કે ૨૭ માર્ચ ૨૦૨૬ ની આસપાસ આ ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવશે તેવી ચર્ચાઓ છે.આ વખતે ફિલ્મમાં રાણી મુખર્જી NIA ઓફિસર તરીકે ‘ભીખારી માફિયા’ (Beggar Mafia) અને માનવ તસ્કરી સામે લડતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Salman-Aishwarya Hit Song Controversy: જે ગીત પર તમે વર્ષો સુધી ઝૂમ્યા, તે નીકળ્યું હોલીવુડની કોપી! સલમાન-ઐશ્વર્યાના ‘આઇકોનિક’ સોન્ગ પર લાગ્યો ધૂન ચોરીનો આરોપ

સેન્સર બોર્ડ એઆપ્યું  યુએ ૧૬+ સર્ટિફિકેટ

ફિલ્મની ગંભીર વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને, સેન્સર બોર્ડ (CBFC) એ તેને UA 16+ સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. જેનો અર્થ છે કે ૧૬ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ ફિલ્મ યોગ્ય છે.આ ફિલ્મ નો રનટાઇમ ૨ કલાક, ૧૦ મિનિટ અને ૩૭ સેકન્ડ છે. આ સાથે જ સેન્સર બોર્ડે ફિલ્મમાં રહેલી હિંસા અને ભાષાને લઈને કેટલાક ફેરફારો સૂચવ્યા હતા, જેમાં ૧૪ જેટલા દ્રશ્યોમાં કાપ અથવા સુધારો કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)


આ વખતે વાર્તા વધુ ડાર્ક અને ડરામણી છે. આ વખતે વિલન તરીકે એક મધ્યમ વયની સ્ત્રી છે, જેને ‘અમ્મા’ (મલ્લિકા પ્રસાદ દ્વારા અભિનીત) કહેવામાં આવે છે. તે કચરા અને ભીખારી માફિયાનું રેકેટ ચલાવે છે. જાનકી બોડીવાલા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલા દ્વારા કરવામાં આવ્યું છે અને આદિત્ય ચોપરા દ્વારા તેને પ્રોડ્યુસ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More