બિલ ગેટ્સની પુત્રી જેનિફર ગેટ્સના થયા લગ્ન; જાણો કોની સાથે અને કેટલો કરવામાં આવ્યો ખર્ચ?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.

સોમવાર.

માઈક્રોસોફ્ટના સ્થાપક અને અબજોપતિ ઉદ્યોગસાહસિક બિલ ગેટ્સને તો તમે બધા જાણતાં જ હશો. પણ આજે આપણે બિલ ગેટ્સ અને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સની મોટી પુત્રી જેનિફર કેથરિન ગેટ્સ વિશે વાત કરવાના છીએ.

જેનિફર કેથરિન ગેટ્સે ઇજિપ્તના નાયલ નાસર સાથે લગ્ન કર્યા છે. નાયલ નાસર જેનિફરની કોલેજમાં સિનિયર અને બોયફ્રેન્ડ છે. બંનેએ જાન્યુઆરી 2020 માં સગાઈ કરી હતી. જેનિફર અને નાયલના લગ્ન બાદ શનિવારે બપોરે ન્યૂયોર્કમાં એક રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવી હતી, જેમાં લગભગ 300 મહેમાનોએ હાજરી આપી હતી. મેલિન્ડા ગેટ્સ પણ લગ્નમાં આવ્યા હતા. 

જેનિફર અને નાસરની પાર્ટી ન્યુયોર્કના નોર્થ સાલેમમાં 142 એકરના હોર્સ ફાર્મમાં યોજવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, પાર્ટીમાં  2 મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 15 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. રિસેપ્શન બાદ બિલ ગેટ્સે જેનિફર સાથે એલ્ટન જોનનું ગીત 'કેન યુ ફીલ ધ લવ ટુનાઈટ' પર ડાન્સ કર્યો હતો. જેનિફરે લગ્નમાં કસ્ટમ વેરા વાંગ ગાઉન પહેર્યું હતું. જેનિફરને 9 બ્રાઇડમેઇડ્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

સ્પેનના વડા પ્રધાને કર્યું ઘોષિત, સ્પેનમાં મહિલાઓને ગુલામ બનાવતી વેશ્યાવૃત્તિ પર લાગશે પ્રતિબંધ; જાણો વિગત

બિલ ગેટ્સની સૌથી મોટી પુત્રી જેનિફર ગેટ્સ અને ઇજિપ્તના નાયલ નાસર બંને ઘોડેસવાર છે. બંને રમતોને કારણે મળ્યા અને નજીક આવ્યા. બંનેએ 2017 માં સૌ પ્રથમ તેમના સંબંધોને જાહેર કર્યા હતા. બંને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. જેનિફરે 2018 માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી હ્યુમન બાયોલોજીમાં ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો વિરામ લીધો હતો. 26 એપ્રિલ 1996 ના રોજ જન્મેલી જેનિફર, માઉન્ટ સિનાઈમાં આઈકન સ્કૂલ ઓફ મેડિસિનમાંથી માસ્ટર્સ કરી રહી છે. 

જેનિફરની સંપત્તિ 150 કરોડ રૂપિયાથી વધુ છે. તેણીને તેના પિતાની કેટલીક સંપત્તિનો વારસો પણ મળશે. બિલ ગેટ્સે 2017માં જાહેરાત કરી હતી કે તેમના બાળકો જેનિફર, ફોબી અને રોરીને 75-75 કરોડ રૂપિયા મળશે. તેના બાકીના પૈસા ફેમિલી ફાઉન્ડેશનમાં જમા થશે. નાયલ નાસરના માતા-પિતા આર્કિટેક્ચર અને ડિઝાઇન કંપનીના માલિક છે. નાસર હાલમાં કેલિફોર્નિયામાં રહે છે અને ઇજિપ્તનો પ્રોફેશનલ ઘોડેસવાર છે. તેણે ઘણી મોટી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. નાસર 2013, 2014 અને 2017 માં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઈક્વેસ્ટ્રિયન સ્પોર્ટસ વર્લ્ડ કપની ફાઈનલ માટે ક્વોલિફાય થયો હતો. આ સિવાય તેમણે FEI વર્લ્ડ ઇક્વેસ્ટ્રિયન ગેમ્સ 2014 માં પણ ભાગ લીધો હતો. તેમણે 2014 માં કેલિફોર્નિયામાં તેમની કંપની નાસર સ્ટેબલ્સ એલએલસી નામથી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સ અને મેલિન્ડા ઓગસ્ટ 2021માં જ અલગ થયા હતા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More