Met Gala 2026। અંબાણી પરિવારની વહુની બહેને લૂંટી લીધી લાઈમલાઈટ! દીયા મહેતાની 3D મોર ડિઝાઈનવાળી સાડી સોશિયલ મીડિયા પર બની સેન્સેશન

Met Gala 2026। આફ્ટર પાર્ટીમાં દીયા મહેતાએ પશ્ચિમ બંગાળની લુપ્ત થતી ‘શોલા’ કલાને આપી નવી ઓળખ; કાળી સાડીમાં દેખાયો ગ્લેમરસ અંદાજ.

by Zalak Parikh
Met Gala 2026। અંબાણી પરિવારની વહુની બહેને લૂંટી લીધી લાઈમલાઈટ! દીયા મહેતાની 3D મોર ડિઝાઈનવાળી સાડી સોશિયલ મીડિયા પર બની સેન્સેશન

 

News Continuous Bureau | Mumbai

Met Gala 2026। મેટ ગાલા 2026 (Met Gala 2026) માં ભારતીય સેલિબ્રિટીઝનો દબદબો જોવા મળી રહ્યો છે. ઈશા અંબાણીથી લઈને અનન્યા બિરલા સુધીના તમામ કલાકારોના લૂકની ચર્ચા થઈ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ફેશન કન્સલ્ટન્ટ દીયા મહેતા જટિયાએ પોતાના અનોખા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણીતા બિઝનેસમેન રસેલ મહેતાની દીકરી અને શ્લોકા મહેતા અંબાણીની બહેન દીયા મહેતાએ મેટ ગાલાની આફ્ટર પાર્ટીમાં પરંપરાગત ભારતીય કલા અને આધુનિક ફેશનનું અદભૂત સંગમ રજૂ કર્યું હતું.

આફ્ટર પાર્ટીમાં બ્લેક સાડીનો જાદુ

દીયા મહેતા જટિયાએ મેટ ગાલા આફ્ટર પાર્ટી માટે ડિઝાઇનર મયુર ગિરોત્રા દ્વારા તૈયાર કરવામાં આવેલી કસ્ટમ બ્લેક સાડી પસંદ કરી હતી. આ સાડીની સૌથી મોટી ખાસિયત તેના પલ્લુ (છેડો) પર કરવામાં આવેલી બંગાળની પ્રખ્યાત ‘શોલા’ કલા (Shola Craft) હતી. આ પશ્ચિમ બંગાળની એક પરંપરાગત હસ્તકલા છે, જે હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. પ્લેન બ્લેક સાડીમાં ઓફ-વ્હાઇટ કલરનો મોર આખા લૂકને રોયલ બનાવી રહ્યો હતો.

પલ્લુ પર 3D મોરની અદભૂત કારીગરી

દીયાની સાડીમાં સૌથી વધુ આકર્ષક તેનો 3D મોર હતો. ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરના દરેક પીંછા અને ઝીણવટભરી વિગતોને શોલા કલાની મદદથી હાથ વડે આકાર આપવામાં આવ્યો હતો. આ હેન્ડક્રાફ્ટેડ ડિઝાઇન એટલી વાસ્તવિક લાગતી હતી કે દરેક તેને જોતા રહી ગયા. સાડીની સાથે તેણે ક્રીમ કલરનું સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યું હતું, જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું.

મિનિમલ જ્વેલરી સાથે ગ્લેમરસ લૂક

પોતાના લૂકને વધુ ગ્લેમરસ બનાવવા માટે દીયાએ સાડીને સ્વીટહાર્ટ નેકલાઇનવાળા સ્ટ્રેપી બ્લાઉઝ સાથે જોડી હતી. આ બ્લાઉઝને પણ શોલા કઢાઈથી બનેલા પાંદડાઓથી શણગારવામાં આવ્યું હતું. ડીપ-બેક ડિઝાઈનને કારણે આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્વેલરીમાં તેણે માત્ર સફેદ રંગના ઈયરરિંગ્સ પહેર્યા હતા અને મેકઅપને મિનિમલ રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર દીયા મહેતાના આ દેશી અંદાજની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

👉 આ સમાચાર વાચો:
Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100 રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More