Site icon

અનુપમા અને અનુજ ના સંગીત સમારોહ ને યાદગાર બનાવવા માટે આવી રહ્યો છે બોલિવૂડ નો આ પ્રખ્યાત ગાયક, વરરાજા ના મિત્ર તરીકે આપશે હાજરી

News Continuous Bureau | Mumbai

સિરિયલ અનુપમા (ANupama) સતત તેના દર્શકોને એક શાનદાર સ્ટોરીથી ઘેરી રહી છે. શોમાં અનુપમા અને અનુજ કાપડિયા (Maan wedding)  ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેની સગાઈ થઈ ગઈ છે અને તેમની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે. એક ન્યૂઝ પોર્ટલ ના  અહેવાલ મુજબ, જાણીતા ગાયક મીકા સિંહ (singer Mika Singh)ટૂંક સમયમાં આ શોનો ભાગ બનશે.અહેવાલો મુજબ,મીકાસિંહ અનુપમા અને અનુજ ના  સંગીત સમારોહમાં હાજરી (Maan sangeet ceremony) આપશે અને તેને એક ભવ્ય અને યાદગાર રાત્રી બનાવશે. શોમાં મિકા ને વરરાજા અનુજ કાપડિયાના મિત્ર તરીકે રજૂ કરવામાં આવશે. અહેવાલ મુજબ, સંગીત સ્પેશિયલ એપિસોડ દરમિયાન, શાહ અને કાપડિયા (Shah and Kapadia family)મીકા સિંહના સુપરહિટ ગીતો પર ડાન્સ કરતા જોવા મળશે.

Join Our WhatsApp Community

મિકા સિંહે (Mika Singh) અનુપમાના કલાકારો સાથે શૂટિંગનો (shooting experience) તેમનો અનુભવ પણ શેર કર્યો અને કહ્યું કે દરેકે ગીત અને નૃત્ય નો આનંદ લીધો. એક ન્યૂઝ પોર્ટલ  સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેણે કહ્યું, "અત્યારે ભારતમાં સૌથી મોટા શો 'અનુપમા'ના (Anupama) સેટ પર મારા માટે આ એક અનોખો અનુભવ હતો. તમામ કલાકારો અને ક્રૂ સભ્યોએ તેમના ઉષ્માભર્યા સ્વાગતથી મને ઘર જેવો  અનુભવ કરાવ્યો. તે ધડાકા સાથે શરૂ થયું અને અમે રોકવા માંગતા ન હતા. મને દરેક સાથે ગાવાનું અને ડાન્સ(Singing and dancing) કરવાનું ગમે છે. વરરાજાના મિત્રની ભૂમિકા ભજવીને હું મારા લગ્ન વિશે ઉત્સાહિત થઈ ગયો. આશા છે કે, મને તે ખાસ વ્યક્તિ મળશે જેની સાથે હું દરેક ક્ષણ ઉજવી શકું. સ્ટાર ભારત પરના મારા નવા શો 'સ્વયંવર – મિકા દી વોહતી'માં(Swayamvar Mika di Vahoti) તમે આ બધું જોશો!"

આ સમાચાર પણ વાંચો: કંગના રનૌતના શો લોક-અપ માં વોર્ડન બનીને પહુંચી આ અભિનેત્રી, હવે કોના પર થશે જેહરીલો વાર

આ દિવસોમાં મીકા સિંહ(Mika Singh)તેના સ્વયંવર આધારિત રિયાલિટી શો (Reality show)મીકા દી વોહતી માટે તૈયારી કરી રહ્યો છે. શોમાં પંજાબી સિંગર્સ (Punjabi singer)તેમના લાઈફ પાર્ટનરની શોધ કરશે. આ પહેલા મિકાએ એ પણ જણાવ્યું હતું કે તે કેવા લાઈફ પાર્ટનરની શોધમાં છે. મીકા સિંહે કહ્યું, "હજી તો શરૂઆત છે. મને એક ખૂબ જ સરળ, બુદ્ધિશાળી અને સમજદાર જીવનસાથી જોઈએ છે. તે સારી રીતે રસોઇ કરી શકે અને જો તે ના કરી શકે તો હું તેને શીખવીશ. જ્યાં સુધી મારા શોમાં આવવાની વાત છે, તે ભલે. મનપસંદ સ્પર્ધક અથવા બોલિવૂડ સેલેબ્સની (bollywood celebs) બાબત  હોય, હું તેના વિશે પછીથી વિચારીશ. તેના વિશે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે."

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version