ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ સતત હેડલાઇન્સમાં છે. દર અઠવાડિયે આ શો દર્શકો માટે ખાસ છે. કારણ કે મલાઈકા અરોરા અને મિલિંદ સોમન નવા લુકમાં દેખાય છે. હવે આ શોનો નવો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે, જે હેડલાઇન્સમાં છે. આ પ્રોમોમાં મિલિંદ સોમન એવા અવતારમાં જોવા મળે છે કે દર્શકો પણ તેનાં વખાણ કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર આ પ્રોમોમાં મિલિંદના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
મિલિંદ સોમાનના હૉટ લુકને કારણે આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રોમોમાં મિલિંદ સોમન સ્પર્ધકો સાથે અલગ અલગ રીતે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. મલાઈકા અરોરા પણ તેની અભિવ્યક્તિ અને ચાલને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. લોકો મિલિંદ સોમનનો સૉલ્ટ ઍન્ડ પેપર લુક પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોએ તેને જોયો છે. લોકો કૉમેન્ટ કરીને મિલિંદ સોમનની બૉડી અને હૉટ સ્ટાઇલનાં વખાણ કરી રહ્યા છે.
આલિયા ભટ્ટ ફરી આવી વિવાદમાં : સામાન્ય જ્ઞાન તો જાણે નથી જ, પણ ભારતના રીતિ-રિવાજ પર આંગળી ઉઠાવી.
તમને જણાવી દઈએ કે ‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ના દરેક એપિસોડમાં સ્પર્ધકોને એક નવું ટાસ્ક આપવામાં આવે છે. બીજી બાજુ, જો આપણે વર્કફ્રન્ટની વાત કરીએ તો મિલિંદ સોમન 'પૌરાશપુર'માં જોવા મળ્યા હતા. તેમ જ મલાઈકા અરોરા પણ જુદા જુદા શોને જજ કરી રહી છે.