ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
પ્રખ્યાત સીરિઝ 'મિર્ઝાપુર'ની ગોલુ ગુપ્તા એટલે કે શ્વેતા ત્રિપાઠી ને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે એ જ ગોલુ છે, જેણે એક સામાન્ય છોકરીનો રોલ કર્યો હતો. એક સમયે વકીલ બનવાની ઈચ્છા ધરાવતી શ્વેતા આજે જાણીતી અભિનેત્રી છે.
જ્યારે શ્વેતા ત્રિપાઠી એ ઈન્સ્ટાગ્રામ પર તેના અત્યંત ગ્લેમર ફોટા શેર કરીને પોતાની બોલ્ડનેસ બતાવી ત્યારે ચાહકોએ પૂછ્યું, 'ગુપ્તાજીની છોકરી શું કરી રહી છે? શ્વેતા ત્રિપાઠી વાદળી રંગના બ્રેલેટ સાથે બીન પ્રિન્ટ શ્રગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
શ્વેતા ત્રિપાઠી એ આ ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું 'જો તમે ખુશ છો અને જાણો છો તો તમારો હાથ ઊંચો કરો, તમારો આભાર 21 અને હેલો 22'
શ્વેતા ત્રિપાઠી એ પ્રોડક્શન આસિસ્ટન્ટ અને એસોસિયેટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.જ્યારે શ્વેતાએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો ત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને વેબ સિરીઝમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.શ્વેતા ની બોલિવૂડ ફિલ્મો 'મસાન', 'હરામખોર', રશ્મિ રોકેટમાં તેના શાનદાર અભિનય માટે પ્રશંસા કરવામાં આવી હતી.શ્વેતા એ ફિલ્મો તેમજ 'મિર્ઝાપુર' 'એસ્કેપ લાઈવ', 'ધ ગોન ગેમ 2' જેવી લોકપ્રિય વેબસિરીઝમાં પોતાનો દમદાર અભિનય બતાવ્યો છે.