Site icon

પહેચાન કૌન- માતા સાથે બેઠેલો આ બાળક છે OTT નો ખતરનાક ગુંડો-હાલમાં જ પ્રખ્યાત અભિનેત્રી સાથે કર્યા છે લગ્ન

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ઘણા સ્ટાર્સની બાળપણની તસવીરો(childhood photo) દરરોજ આવતી રહે છે આ તસવીરો દ્વારા ચાહકો તેમના સ્ટારનું બાળપણ જોઈ શકે છે અને લોકો તેમની તસવીરો જોઈને તેના પર ઉગ્ર કમેન્ટ પણ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટારના બાળપણની તસવીર જોરદાર વાયરલ (viral)થઈ રહી છે અને તમે પણ તેને જોઈને નહીં ઓળખી શકો કે તે સ્ટાર કોણ છે. આ તસવીર એક એવા અભિનેતા ની છે, જે આ દિવસોમાં ફિલ્મોથી લઈને વેબ સિરીઝ(web series) સુધી ધમાકો કરી રહ્યો છે અને લોકો તેના દિવાના થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

 

આ ફોટો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે એક્ટરનો માસૂમ ચહેરો દરેકને કેટલો પસંદ આવે છે અને તે આજના યુગનો સૌથી મોટો એક્ટર છે. આ બાળક આજે બોલિવૂડનો(Bollywood) મોટો સ્ટાર છે, જેને વેબ સિરીઝ મિર્ઝાપુરથી ઘણી ઓળખ મળી છે.અને હાલમાં જ તેના લગ્ન થયા છે. આ ફોટો સોશિયલ મીડિયા(social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ઘણો પ્રેમ આપી રહ્યા છે. હા, આ નાનો સ્ટાર બીજું કોઈ નહીં પણ અલી ફઝલ(Ali Fazal) છે, અલી ફઝલના બાળપણની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: શાહરૂખ ખાન બર્થડે સ્પેશિયલ-બોલિવૂડનો કિંગ રિયલ લાઈફમાં પણ છે કિંગ-એક દિવસમાં કમાય છે કરોડો રૂપિયા-જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે

અલી ફઝલે તેની માતા સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે અને તેમાં તે તેની માતા સાથે બેઠો જોવા મળી રહ્યો છે. ફોટોમાં અલી ફઝલની માતા (Ali Fazal mother)નાસ્તાની મજા લેતા જોઈ શકાય છે. તેની બાજુમાં બેઠેલા અલી ખૂબ જ સુંદર રીતે  હસતો દેખાઈ રહ્યા છે. યુઝર્સ આ ફોટો પર 'ક્યૂટ', 'લવલી', 'બ્યુટીફુલ' જેવી કોમેન્ટ કરી રહ્યા છે. અલી ફઝલે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram)પર આ ફોટો શેર કર્યો છે. અલી ફઝલે વેબ સિરીઝ મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયાનું લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. હાલમાં જ તેણે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા(Richa chaddha) સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે અલી ફઝલની માતાએ બે વર્ષ પહેલા દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version