News Continuous Bureau | Mumbai
Mithun chakraborty: બોલિવૂડ નો દિગ્ગ્જ અભિનેતા મિથુન ચક્રવર્તી ને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતા ની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘરે આવ્યા બાદ મિથુન ચક્રવર્તી એ જણાવ્યું કે તેને પીએમ મોદી નો ફોન આવ્યો હતો અને તેમને પીએમ મોદી ની વઢ પણ ખાવી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : Mithun chakraborty: મિથુન ચક્રવર્તી ની તબિયત માં થયો સુધારો, હોસ્પિટલ નો વિડીયો થયો વાયરલ, જાણો ક્યારે અભિનેતા ને હોસ્પિટલ માંથી આપવામાં આવશે રજા
મિથુન ચક્રવર્તી ને પીએમ મોદી એ લગાવી ફટકાર
હોસ્પિટલમાંથી રજા મળતા મિથુન ચક્રવર્તી તેમના કોલકતા ના ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલમાંથી બહાર આવતા એક ન્યુઝ એજન્સી ને કહ્યું કે, “કોઈ સમસ્યા નથી,” અભિનેતાએ પીટીઆઈને આપેલા નિવેદનમાં કહ્યું. હું એકદમ ઠીક છું. મારે ફક્ત મારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. હું પણ ટૂંક સમયમાં કામ શરૂ કરીશ, કદાચ આવતીકાલથી જ.” આ સિવાય મિથુન ચક્રવર્તી એ કહ્યું, “પીએમ મોદીએ રવિવારે મને ફોન કરીને મારી તબિયત પૂછી હતી. મારી તબિયતનું ધ્યાન ન રાખવા બદલ તેમણે મને ઠપકો પણ આપ્યો હતો.