News Continuous Bureau | Mumbai
દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. ફરી એકવાર સામાન્ય લોકો ની સાથે કોરોનાએ સેલેબ્સને પણ પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. બોલિવૂડની પ્રથમ અભિનેત્રી કિરણ ખેર ને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ પૂજા ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે નાટુ-નાટુ ના સંગીતકાર એમએમ કીરવાનીને પણ કોરોના થઈ ગયો છે.આ સાથે તેણે એ પણ જણાવ્યું કે હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તે સંપૂર્ણ બેડ રેસ્ટ લઈ રહ્યો છે.
કેવી છે એમએમ કીરવાનીની તબિયત?
એમએમ કીરવાનીએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે કહ્યું, ‘સફર અને ઓસ્કાર જીતવાની ખુશીને કારણે ધ્યાન આપી શક્યો નહીં અને હવે મારો કોરેના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું દવાઓ લઈ રહ્યો છું અને સંપૂર્ણ બેડ રેસ્ટ પર છું.
કોણ છે એમએમ કીરવાની?
એમએમ કીરવાની એસએસ રાજામૌલીના પિતરાઈ ભાઈ છે. તેણે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’નું ગીત કમ્પોઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ‘RRR’ના ‘નાટુ-નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એકેડમી એવોર્ડ મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે, કીરવાની એ સાઉથની સાથે સાથે બોલિવૂડમાં પણ ઘણા ગીતો કમ્પોઝ કર્યા છે. તેણે 2002 માં આવેલી હિન્દી ફિલ્મ “સુર” ના “આ ભી જા”, 1998 માં આવેલી ફિલ્મ “ઝખ્મ” ના “ગલી મેં આજ ચાંદ નિકલા હૈ” જેવા ગીતો ને પોતાનું સંગીત આપ્યું છે.