Site icon

Mohammed Rafi Death Anniversary: મોહમ્મદ રફી ની 45મી પુણ્યતિથિએ પુત્ર શાહિદ રફી દ્વારા બાયોપિકની જાહેરાત, બોલિવૂડ નો આ અભિનેતા નિભાવી શકે છે તેમની ભૂમિકા

Mohammed Rafi Death Anniversary: મોહમ્મદ રફી ની 45મી પુણ્યતિથિએ પુત્ર શાહિદ રફી દ્વારા બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે ઓહ માય ગોડ ના નિર્માતા ઉમેશ શુક્લા દિગ્ગજ ગાયકની જીવનકથા પર ફિલ્મ બનાવી રહ્યા છે

Mohammed Rafi' Life to Shine on Screen Ayushmann Khurrana May Play Lead Role

Mohammed Rafi' Life to Shine on Screen Ayushmann Khurrana May Play Lead Role

News Continuous Bureau | Mumbai

Mohammed Rafi Death Anniversary: ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયક મોહમ્મદ રફી ની 45મી પુણ્યતિથિએ તેમના પુત્ર શાહિદ રફી એ એક ખાસ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રફી સાહેબની જીવનકથા પર આધારિત બાયોપિક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મના નિર્માતા શાહિદ રફી પોતે છે અને દિગ્ગજ નિર્માતા ઉમેશ શુક્લા તેને દિગ્દર્શિત કરશે.

Join Our WhatsApp Community

આયુષ્માન ખુરાના લીડ રોલ માટે દાવેદાર

ફિલ્મમાં મોહમ્મદ રફી ની ભૂમિકા કોણ નિભાવશે એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે, ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે આયુષ્માન ખુરાના નો આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. શાહિદ રફી કહે છે કે “અમારી કેટલાક મોટા નામો સાથે વાતચીત ચાલી રહી છે, પણ હજુ સુધી કંઈ ફાઈનલ નથી.”

આ સમાચાર પણ વાંચો : Blackbuck Poaching Case: સૈફ અલી ખાન, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે ની વધી શકે છે મુશ્કેલી, કાળા હરણ શિકાર કેસ સાથે જોડાયેલો છે મામલો

રિપોર્ટ મુજબ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને નવેમ્બર કે ડિસેમ્બર 2025માં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. જો બધું યોગ્ય રીતે ચાલે તો 2026માં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. શાહિદ રફી કહે છે કે “મારા પિતા ખૂબ જ સરળ અને શાંતિપ્રિય વ્યક્તિ હતા, અને હું ઈચ્છું છું કે લોકો તેમને માત્ર ગાયક તરીકે નહીં, પણ એક મહાન માનવી તરીકે પણ ઓળખે.”

Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Ikkis Movie Review: ‘ઈક્કીસ’ રિવ્યૂ: એક્શન, ઈમોશન અને દેશભક્તિનો જોશ; ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ આંખોમાં આંસુ લાવી દેશે.
TV TRP List 2026: TRP ચાર્ટમાં મોટો ધડાકો: ‘અનુપમા’નું શાસન ખતમ! સ્મૃતિ ઈરાનીના શોએ છીનવી લીધો નંબર ૧નો તાજ
Exit mobile version