Site icon

‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ ની આ ફેમ અભિનેત્રીના ઘરે બંધાશે પારણું, એક્ટ્રેસેબેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી; જુઓ ફોટોસ અને જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર, 

ટીવી એક્ટ્રેસ તથા મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના ઘરે નવું મહેમાન આવવાનું છે. મોહેનાએ સોશિયલ મીડિયા પર અમુક ફોટોઝ શેર કર્યા છે જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. આ ફોટામાં તેનો પતિ સુયશ રાવત પણ છે.

મોહેનાએ કેપ્શનમાં લખ્યું, ‘એક નવા ફેઝની શરૂઆત. ભગવાન તમારા આશીર્વાદ બદલ આભાર.’

મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ રાવત સાથે ૧૪ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ હરિદ્વારમાં લગ્ન કર્યા હતા. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે. ઉલ્લેખનીય છે કે મોહેનાએ લગ્ન પહેલાં કહ્યું હતું કે લગ્ન થયા બાદ તે એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દેશે.

રેવાની રોયલ ફેમિલીમાંથી મોહેના એવી પહેલી યુવતી છે, જેણે રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને એક્ટિંગ વર્લ્‌ડમાં આવી હતી. મોહેના જ્યારે ટીવી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ની સિઝન ત્રણ માટે આવી હતી ત્યારે તે સામાન્ય લોકોની જેમ કલાકો સુધી લાઈન ઉભા રહ્યાં બાદ ઓડિશન આપ્યું હતું.  

'યે રિશ્તા કયા કહલાતા હૈ' મોહેનાની ચોથી સીરિયલ હતી. આ પહેલાં તે 'દિલ દોસ્તી ડાન્સ' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ ૩'ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. આ સાથે જ તેણે 'ઝલક દિખ લા જા'ની સીઝન ૫,૬,૭ને કોરિયોગ્રાફ પણ કરી છે. 'ફિયર ફાઇલ ૨' પછી તે 'યે રિશ્તા..'સાથે જાેડાઇ હતી. 

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version