ભોજપુરી ક્વીન મોનાલિસા આજકાલ ટીવીની દુનિયામાં છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે અને પોતાની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે.
મોનાલિસા તાજેતરમાં જ તેના પતિ સાથે માલદીવમાં રજાઓ ગાળવા ગઈ હતી. મોનાલિસા પોતાનું વૅકેશન મિસ કરી રહી છે અને તેણે પોતાની બોલ્ડ તસવીરો શૅર કરી છે.મોનાલિસાએ વાદળી સ્વિમ સૂટમાં ફોટા શૅર કર્યા છે, જેમાં તે પૂલ પાસે બેસીને આનંદ માણતી જોવા મળી રહી છે.
તસવીરો શૅર કરતી વખતે મોનાલિસાએ લખ્યું : થોડો આભાર માનો અને તમને ઘણું બધું મળે. તેની તસવીરોને હજારો ચાહકોએ પસંદ કરી છે.
મોનાલિસાના ચાહકો તેની બોલ્ડ તસવીરો જોયા બાદ પોતાને કૉમેન્ટ કરતાં રોકી શકતા નથી. એક ચાહકે ટિપ્પણી કરી : ગરમ… જ્યારે બીજાએ લખ્યું : સુંદર.