Mouni Roy Divorce Rumors| મૌની રોયના લગ્નજીવનમાં ભંગાણ? પતિ સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડાની ચર્ચાઓએ પકડ્યું જોર

Mouni Roy Divorce Rumors| ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા અને લગ્નની તસવીરો ડિલીટ કરતા ચાહકો ચિંતિત, શું ૩ વર્ષ જૂના સંબંધોનો આવશે અંત?

by Zalak Parikh
Mouni Roy Divorce Rumors| મૌની રોયના લગ્નજીવનમાં ભંગાણ? પતિ સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડાની ચર્ચાઓએ પકડ્યું જોર

 

News Continuous Bureau | Mumbai

Mouni Roy Divorce Rumors| બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય અત્યારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ છે કે મૌની રોય અને તેના બિઝનેસમેન પતિ સૂરજ નાંબિયાર વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. નેટિઝન્સે નોટિસ કર્યું છે કે આ કપલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જેના કારણે તેમના અલગ થવાના કયાસ લગાવવામાં આવી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા ગાયબ અને અનફોલો

મૌની રોય અને સૂરજ નાંબિયાર વચ્ચે અણબનાવના સમાચાર ત્યારે ફેલાયા જ્યારે ફેન્સે જોયું કે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં, મૌની રોયે તેના એકાઉન્ટ પરથી સૂરજ સાથેની તમામ તસવીરો અને લગ્નની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. સૂરજ નાંબિયારે પણ પોતાના પ્રોફાઈલ પરથી તસવીરો હટાવી લેતા ચાહકોમાં ફફડાટ મચી ગયો છે કે શું આ કપલ હવે છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે?

૨૦૨૨માં ગોવામાં થયા હતા લગ્ન

મૌની અને સૂરજ ૨૦૧૯માં દુબઈમાં ન્યૂ યરના અવસરે પ્રથમવાર મળ્યા હતા. ત્રણ વર્ષના ડેટિંગ બાદ ૨૦૨૨માં ગોવાના હિલ્ટન રિઝોર્ટમાં બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. મલયાલી અને બંગાળી બંને પરંપરાઓ મુજબ થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જોકે, લગ્નના ૩ વર્ષ બાદ જ બંને વચ્ચે અંતર વધ્યું હોવાનું સોશિયલ મીડિયા એક્ટિવિટી પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

ચાહકોએ વ્યક્ત કરી ચિંતા

મૌની રોયના ફેન્સ આ સમાચારથી ઘણા દુખી છે અને સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘પ્લીઝ અમને એવું ન કહેતા કે તમે છૂટાછેડા લઈ રહ્યા છો, તમારા પ્રશ્નો હલ કરી લો.’ અન્ય એક યુઝરે સૂરજને સવાલ કર્યો કે લગ્નના ફોટા કેમ ડિલીટ કર્યા? અત્યાર સુધી મૌની કે સૂરજ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ઇન્ટરનેટ પર આ ‘બ્રેકઅપ’ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

👉 આ સમાચાર વાચો:
Ranveer Singh as Lord Shiva| શું રણવીર સિંહ મહાદેવના પાત્રને ન્યાય આપી શકશે? અમીષ ત્રિપાઠીની નોવેલ પરથી બનનારી ફિલ્મમાં રણવીરની એન્ટ્રી, બોલિવૂડમાં ચર્ચાઓ તેજ

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More