Mouni Roy Suraj Nambiar Divorce Rumors। છૂટાછેડાની વાત સાંભળી મૌની રોયનો પિત્તો ગયો! સૂરજ નાંબિયાર સાથેના સંબંધોનું સત્ય જણાવતા ટીકાકારોની કરી બોલતી બંધ

Mouni Roy Suraj Nambiar Divorce Rumors। છૂટાછેડાની વાત સાંભળી મૌની રોયનો પિત્તો ગયો! સૂરજ નાંબિયાર સાથેના સંબંધોનું સત્ય જણાવતા ટીકાકારોની કરી બોલતી બંધ
Mouni Roy Suraj Nambiar Divorce Rumors। છૂટાછેડાની વાત સાંભળી મૌની રોયનો પિત્તો ગયો! સૂરજ નાંબિયાર સાથેના સંબંધોનું સત્ય જણાવતા ટીકાકારોની કરી બોલતી બંધ

 

News Continuous Bureau | Mumbai

Mouni Roy Suraj Nambiar Divorce Rumors। બોલિવૂડ અને ટેલિવિઝન એક્ટ્રેસ મૌની રોય અને દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નાંબિયારના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તેજ બની છે. સોશિયલ મીડિયા પર એવા પણ દાવા કરવામાં આવ્યા હતા કે સૂરજે મૌનીને છેતરી છે અને તેના પૈસાનો અંગત ઉપયોગ કર્યો છે. આ તમામ અફવાઓ વચ્ચે હવે મૌની રોયે મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

મૌની રોયની ધીરજ ખૂટી, મીડિયાને કરી વિનંતી

મૌની રોયે તેની સત્તાવાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું કે, “હું તમામ મીડિયા હાઉસીસને વિનંતી કરવા માંગુ છું કે તેઓ ખોટા નેરેટિવ ન ફેલાવે અને અમારી પ્રાઈવસી (Privacy) નું સન્માન કરીને અમને સ્પેસ આપે.” આ સાથે તેણે હાથ જોડતી ઈમોજી પણ મૂકી છે. મૌનીના આ રિએક્શનથી સ્પષ્ટ થાય છે કે તે આ પ્રકારની અફવાઓથી કેટલી પરેશાન છે.

સોશિયલ મીડિયા પર શું હતી ચર્ચા?

મૌની અને સૂરજની ૪ વર્ષ જૂની જોડી તૂટવાને લઈને સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ લગ્ન જીવનમાં તિરાડ પડી છે. જોકે, મૌનીએ આ લિખિત પોસ્ટ દ્વારા અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેમની અંગત જિંદગી વિશે ખોટી વાતો ન બનાવવામાં આવે.

ચાહકો કરી રહ્યા છે સપોર્ટ

મૌની રોયની આ સ્પષ્ટતા બાદ તેના ચાહકો તેને સપોર્ટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટીઝની અંગત જિંદગીમાં સતત દખલગીરી ન થવી જોઈએ. મૌની અને સૂરજે ૨૦૨૨માં ગોવા ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે. હાલમાં મૌનીના આ રિએક્શન બાદ અફવાઓ પર વિરામ લાગવાની આશા છે.

👉 આ સમાચાર વાચો:
Abhishek Bachchan Shambhu Raje| ટ્રાફિક સિગ્નલ પર અભિષેક બચ્ચન સાથે બની ચોંકાવનારી ઘટના, એક્ટરે કહ્યું ‘મારી સાથે આવું પહેલા ક્યારેય નથી થયું…’

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!