નાગિન’ એક્ટ્રેસ મૌની રોયએ શેર કરી તસવીરો, દિલકશ અંદાજથી જીત્યા લાખો દિલ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 જૂન 2021

ગુરુવાર 

ટીલિવિઝનથી બોલિવૂડ સુધી પોતાનો રસ્તો નક્કી કરનારી મૌની રોય હાલ તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.  તે અવાર નવાર તેની તસ્વીરો અને વિડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

તાજેતરમાં મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં મૌની સ્કાય કલરનાં વનપીસમાં નજર આવી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.  

શાનદાર ટેલીવિઝન કરીયર વચ્ચે મૌની રોયને સિલ્વર સ્ક્રીન પ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં બ્રેક મળ્યો. આ ફિલ્મથી મૌનીએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યાર બાદ અભિનેત્રી ‘ગોલ્ડ’ (2018), ‘રોમિયો અકબર વોલ્ટર (2019), ‘મેડ ઇન ચાઇના’ (2019) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.  તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More