ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
ટીવી અભિનેત્રી મૌની રૉય હવે મોટા પડદા ઉપર પણ જોવા મળી છે. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ દ્વારા ચાહકો સાથે એની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શૅર કરી છે. મૌની કલર્સ ચૅનલની ફૅવરિટ સિરિયલ 'નાગિન'થી ફૅમસ થઈ અને લોકોનાં દિલમાં વસી ગઈ. નવા ફોટોશૂટમાં અભિનેત્રી અલગ અલગ રીતે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. મૌનીની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
આ તસવીરોમાં મૌની રૉય ચમકતા મિની ડ્રેસમાં જોવા મળી રહી છે. મૌનીનો ગ્લૅમરસ લુક કોઈને પણ તેનાં વખાણ કરવા મજબૂર કરી રહ્યો છે. મૌનીએ બહુ ઓછા સમયમાં લોકોનાં દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. મૌનીએ આ આઉટફિટમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શૅર કરી છે. તમને જણાવી દઈએ કે મૌની તેના લુક અને સ્ટાઇલને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.
મૌનીની લેટેસ્ટ તસવીરો ખૂબ જ સુંદર છે. આ તસવીરોમાં મૌનીની સ્ટાઇલ જોવા મળી રહી છે. મૌનીની ગ્લૅમરસ સ્ટાઇલ જોઈને ફેન્સ પણ તેનાં વખાણ કરી રહ્યા છે. મૌનીએ ભૂતકાળમાં ઘણી ખ્યાતિ મેળવી છે. તે સિરિયલની સાથોસાથ સોશિયલ સાઇટ્સ ઉપર પણ ખૂબ જ ઍક્ટિવ છે અને સમયાંતરે ફેન્સ સાથે ફોટો અને વીડિયો શૅર કરતી રહે છે.
મૌની રૉય એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જે 'નાગિન' અને 'દેવોં કે દેવ મહાદેવ' જેવા શોમાં તેની ભૂમિકાને કારણે ઘર-ઘરમાં ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે મૌની રૉયે બૉલિવુડ ખેલાડી અક્ષયકુમાર સાથે ફિલ્મ 'ગોલ્ડ'થી મોટા પડદે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે શાનદાર અભિનય કરીને બધાને પ્રભાવિત કર્યા હતા.
આ સુપરસ્ટાર્સની દીકરીઓને ઍક્ટિંગ પ્રત્યે છે સખત નફરત; જાણો તે સુપરસ્ટાર્સની દીકરીઓ વિશે