ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
બોલિવુડ અદાકારા મોની રોય અવાર નવાર તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને એન્ટરટેઇન કરતી રહેતી હોય છે. ટીવી અને ફિલ્મોમાં પોતાનો જાદુ પાથરનારી બંગાળી એક્ટ્રેસ મૌની રોયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની બિકિની તસવીરો શેર કરી છે,જે જોત જોતામાં જ વાયરલ થઇ ગઇ છે. આ તસ્વીરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.
સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ ઘણી મોટી છે જે તેની તસવીરો શેર થતાની સાથે જ તેનાં પર કમેન્ટ્સ અને લાઇક્સની ભરમાર લગાવી દે છે.
વર્કફ્રંટની વાત કરીએ તો હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.