Site icon

મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નની તારીખ આવી સામે , જાન્યુઆરીમાં આ તારીખે લેશે સાત ફેરા! જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

ટીવીની સુંદર અભિનેત્રી મૌની રોય છેલ્લા કેટલાક સમયથી તેના લગ્નને લઈને ચર્ચામાં છે. મૌની વિશે એવા અહેવાલ હતા કે તે દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી શકે છે. હવે નવીનતમ અપડેટ મુજબ, નાગિન અભિનેત્રી 27 જાન્યુઆરી, 2022 ના રોજ સૂરજ સાથે લગ્ન કરી શકે છે.મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણા સમયથી અલગ-અલગ વાતો થઈ રહી છે. હવે અભિનેત્રીના લગ્ન વિશે જે અપડેટ આવ્યું છે તે જાણીને ચાહકો ચોક્કસ ખુશ થશે. એક મીડિયા ના  અહેવાલ મુજબ  મૌની 27 જાન્યુઆરીએ સૂરજ સાથે  સાત ફેરા લઈ શકે છે અને તમામ વિધિ 26 જાન્યુઆરીથી શરૂ થશે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૌનીના પિતરાઈ ભાઈએ પશ્ચિમ બંગાળના કૂચ બિહારના એક સ્થાનિક અખબારને પુષ્ટિ આપી હતી કે તે જલ્દી જ સૂરજ સાથે લગ્ન કરશે. લગ્ન દુબઈ અથવા ઈટલીમાં થશે. તેણે એમ પણ કહ્યું હતું કે કૂચ બિહારમાં પણ રિસેપ્શન હશે.જો કે, એક સૂત્રએ કહ્યું, 'તેના નજીકના મિત્રોને તારીખ સાચવવા માટે કહેવામાં આવ્યું છે. હજુ સુધી સ્થળનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તે ડેસ્ટિનેશન વેડિંગ હોઈ શકે છે. તેમના વતન કૂચ બિહારમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે બંને તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

અંતિમ ફિલ્મના સ્ક્રીનિંગમાં સલમાને વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેતા નજરે પડ્યો, પ્રશંસકોએ કર્યા વખાણ

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા મૌની રોયે સૂરજ સાથેના ડેટિંગના સમાચારોને ફગાવ્યા હતા. નાગિન અભિનેત્રીએ કહ્યું હતું કે તે હજુ સુધી યોગ્ય વ્યક્તિ શોધી શકી નથી. જો આપણે સૂરજ નામ્બિયારની વાત કરીએ, તો તે દુબઈમાં બેંકર અને બિઝનેસમેન છે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version