ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
'નાગિન' અભિનેત્રી મૌની રોય તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે.

હાલમાં જ મૌની રોયે બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની રોય ક્રીમ કલરનું ક્રોપ ટોપ અને પિંક કલરનાં મિની સ્કર્ટમાં સીડીઓ પર પોઝ આપતી નજર આવી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.

મૌની રોયનો આ નવો લૂક તેનાં ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. તેનું આ લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.

આ અગાઉ મૌની રોયે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે બીચ પર રેડ કલરના સ્વિમસૂટમાં પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તે સમુદ્રના પાણીમાં આનંદ માણતી જોવા મળી રહી છે.

આપને જણાવી દઇએ કે સુપરહિટ ટીવી સીરિયલ 'નાગિન' થી ઘરમાં પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય અક્ષય કુમાર સાથે ફિલ્મ 'ગોલ્ડ' સાથે બોલિવૂડમાં પ્રવેશ કરી હતી. આ ફિલ્મમાં તેમની અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. આ સાથે જ મૌની ટૂંક સમયમાં અયાન મુખર્જીની એક્શન ફેન્ટેસી ડ્રામા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

