ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
ટેલિવિઝન સેલિબ્રિટીમાંથી બોલિવૂડ અભિનેત્રી બની ચુકેલી મૌની રોય ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. તેની તાજેતરની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.
હાલમાં મૌની ગોવા ખાતે રજાઓ ગાળી રહી છે. તેના આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. અભિનેત્રી મૌની રોયએ વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે બ્લેક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.આ તસવીરોમાં તેની ખૂબ જ બોલ્ડ શૈલી જોવા મળી રહી છે.
'નાગિન' ફેમ મૌની રોય હવે બોલીવુડ ઇંડસ્ટ્રીની એક જાણિતી અભિનેત્રી બની ચૂકી છે. તેણે બોલીવુડમાં પણ પોતાની ધાક જમાવી દીધી છે.
આપને જણાવી દઈએ કે મૌની રોયએ ફિલ્મ 'ગોલ્ડ' દ્વારા બોલીવુડ ઇંડ્સ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં મૌની રોય અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.
મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. આટલું જ નહીં, મૌની હંમેશાં તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહે છે અને નવીનતમ અપડેટ્સ આપતી રહે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની આગામી વખતે અયાન મુખર્જીની એક્શન ફેન્ટસી ડ્રામા 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી છે.