ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
ટીવીથી બોલિવૂડ સુધી પોતાનો રસ્તો નક્કી કરનારી મૌની રોય તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. મૌની રોય તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
હાલમાં જ મૌની રોયે વેકેશનની થ્રોબેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની રોય વ્હાઇટ આઉટફિટ મૌની ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.
શાનદાર ટેલીવિઝન કરીયર વચ્ચે મૌની રોયને સિલ્વર સ્ક્રીન પ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં બ્રેક મળ્યો. આ ફિલ્મથી મૌનીએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યાર બાદ અભિનેત્રી ‘ગોલ્ડ’ (2018), ‘રોમિયો અકબર વોલ્ટર (2019), ‘મેડ ઇન ચાઇના’ (2019) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.