Site icon

Shraddha Walker Murder: દિલ્હીના ચોંકાવનારા શ્રદ્ધા વાકર મર્ડર કેસ પર બનશે ફિલ્મ, આ ડિરેક્ટરે શરૂ કર્યું કામ…

 News Continuous Bureau | Mumbai

દિલ્હીની (Delhi) ચોંકાવનારી શ્રદ્ધા વોકર મર્ડરે (Shraddha Walker Murder) સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આ ઘાતકી હત્યાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.. દરેક જણ ગુનેગારને સજાની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન બોલિવૂડે (Bollywood) શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ડાયરેક્ટર (Film director) મનીષ એફ સિંહે (Manish F Singh) પણ હૃદયદ્રાવક હત્યા કેસ પર કામ શરૂ કરી દીધું છે.

Join Our WhatsApp Community

આ નામથી ફિલ્મ બનાવવામાં આવશે

ઈન્ડિયા હેરાલ્ડના (India Herald) અહેવાલ મુજબ નિર્માતા-નિર્દેશક મનીષ એફ સિંહ દિલ્હી હત્યાકાંડ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મનું વર્કિંગ નામ- ‘હૂ કિલ્ડ શ્રદ્ધા વોકર’ (Who Killed Shraddha Walker) રાખવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ શ્રદ્ધા વોકરની હત્યા પર આધારિત હશે. આ ફિલ્મની પટકથા પર પણ કામ શરૂ થઈ ગયું છે. જોકે, તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પોલીસ ચાર્જશીટ ફાઇલ નહીં કરે ત્યાં સુધી પટકથા નક્કી કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો:  રોકાણ મામલે મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટોમાં પુરુષો કરતા આગળ : રીપોર્ટમાં કરાયો દાવો

લવ જેહાદ (Love Jihad) ફિલ્મનો મુદ્દો હશે!

મનીષ એફ સિંહે તેની ફિલ્મ વિશે સ્પષ્ટતા કરી છે કે તે લવ જેહાદ પર હશે. છોકરીઓને ફફડાવીને, તે દુનિયાની સામે તેમના જીવનને બગાડનારાઓના કાવતરાનો પર્દાફાશ કરશે. ઉપરાંત, આ શ્રાદ્ધ વોકર કેસથી નહીં પરંતુ તેના દ્વારા પ્રેરિત થશે. આ ફિલ્મ વૃંદાવન ફિલ્મ્સના બેનર હેઠળ બનશે, તેમાં કયા કલાકારો હશે, તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

શ્રદ્ધા વોકર મર્ડર કેસ ફિલ્મને લોકો લવ જેહાદનું નામ પણ આપી રહ્યાં છે. જો કે, તે કહેવું ખૂબ જ વહેલું હશે કારણ કે જ્યાં સુધી પોલીસ દરેક પાસાઓ સુધી નહીં પહોંચે ત્યાં સુધી લોકોએ તેમના નિર્ણય પર સંયમ રાખવો પડશે. પોલીસ દરરોજ આ કેસનો ભેદ ઉકેલવામાં વ્યસ્ત છે.

Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા
The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ
Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
Exit mobile version